મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

બોફોર્સ કાંડ અંગે સુપ્રીમમાં સુનાવણી

૧૩૦ કરોડ ડોલરના સોદામાં ૧.૪૨ કરોડની કટકી ચુકવાયેલ

 નવી દિલ્હીઃ એક સમયે દેશ આખાને હલબલાવનાર અને સ્વ. રાજીવ ગાંધીની સરકારને હચમચાવનાર ૬૨ કરોડની લાંચના બોફોર્સ તોપ કૌભાંડની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

 ૧૯૮૭માં સ્વીડન રેડીયોએ ધડાકો કરેલ કે સ્વીડીશ હથીયાર કંપની બોફોર્સ ભારતીય લશ્કરને બોફોર્સ તોપની સપ્લાય માટે સોદો અંકે કરવા ૮૦ લાખ ડોલરની દલાલી ચુકવેલ. તે સમયે સ્વ. રાજીવ ગાંધીની કોંગ્રેસ સરકાર સત્તામાં હતી અને ૧.૩ અબજ ડોલરમાં કુલ ૪૦૦ બોફોર્સ તોપ ભારતે સ્વીડન પાસેથી ખરીદેલ.

 ઇટાલીના વેપારી ઓટાવીયો કવાંત્રોકકીએ આ ડીલ કરાવવા માટે વચેટીયાાની ભુમિકા ભજવેલ અને મોટો હિસ્સો પણ મેળવેલ. બોફોર્સે આ સોદો પાર પાડવા ૧.૪૨ કરોડ ડોલરની સ્શ્વિત વહેંચી હતી.

 આ મુદે ૧૯૮૯માં રાજીવ ગાંધીની સરકારનું પતન થયેલ અને વી.પી.સિંહ વિશ્વનાથ પ્રતાપસિંહ રાજકારણના નવા નાયક તરીકે બહાર આવેલ. તેઓ પણ બોફોર્સ દલાલીનું સત્ય બહાર લાવવા નિષ્ફળ ગયેલ.

 આરોપીઓની સુચીમાં લાંબા સમય સુધી રાજીવ ગાંધીનું નામ પણ રહેલ અને તેમની હત્યા પછી તેમનું નામ દુર કરાયેલ.

 હવે આજે ૩૫ હજાર કરોડ રૂ.નું રાફેલ ફ્રેન્ચ વિમાનનું કૌભાંડ રાજીવના પુત્ર અને કોંગ્રેસના વર્તમાન સાંસદ- પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ મોટા પાયે ઉપાડયું છે.

(11:32 am IST)