મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

#MeToo: અકબર પર લાગેલા આરોપો ગંભીર: રાજીનામું આપી તપાસનો સામનો કરે: શિવસેના

 

નવી દિલ્હી : મી ટૂ કેમ્પેન હેઠળ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર યૌન ઉત્પીડનનાં આરોપ લાગ્યા બાદ ભાજપ તમામ રાજનીતિ દળોનાં નિશાન પર છે. ત્યારે  એમજે અકબર પર લાગેલા આરોપો મુદ્દે શિવસેના નેતા મનીષ કયાંદેએ કહ્યું કે, આરોપોને ગંભીરતાથી લેવા જોઇએ. જો ભાજપ પારદર્શિતામાં માનતું હોય તો તેણે આરોપોની તપાસ કરવી જોઇએ. તેમણે કહ્યું કે, એમજે અકબરને પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ અને ફરીથી તપાસમાં સહયોગ આપવો જોઇએ. તપાસ પુરી થઇ ગયા બાદ પાર્ટીને તેમના મુદ્દે સ્ટેન્ડ લેવું જોઇએ

  એમજે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ યૌન ઉત્પીડનનાં આરોપ લગાવ્યા છે. પીડિત મહિલા પત્રકારોને સોશિયલ મીડિયા પર પોતાની વાતો સમક્ષ મુકી હતી. પત્રકાર પ્રિયા રમાનીએ તેમના પર સૌથી પહેલા આરોપ લગાવતા પોતાની સ્ટોરી આપી હતી. તે અગાઉ તેમણે ગત્ત ઓક્ટોબરમાં વોગ ઇન્ડિયામાં લખેલા પોતાનાં આર્ટિકલમાં ડિયર મેલ બોસને સંબોધિત કરતા એક આર્ટિકલ લખ્યો હતો

  તે સમયે સમગ્ર વિશ્વમાં ચાલુ થયેલા મીટૂ અભિયાનની પૃષ્ટભુમિમાં તેમણે પોતાની સ્ટોરીને લખી હતી. જો કે તે સમયે તેમણે આરોપીનું નામ જાહેર નહોતું કર્યું. જો કે હવે ઓક્ટોબરમાં તેમણે પોતાની સ્ટોરીને લિંકને શેર કરતા લખ્યું કે, તેમનું નામ એટલા માટે નહોતુંક કારણ કે તેમણે મારી સાથે કંઇ પણ નથી કર્યું. જો કે ઘણી અન્ય મહિલાઓને તેનાથી પણ બદતર સ્ટોરી તેમની સાથે જોડાયેલી હોઇ શકે છે

(12:00 am IST)