મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા

ન્‍યુયોર્ક : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ 1616  હિલ સાઇડ એવ. ટેમ્‍પલ સ્‍યુટ, ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે ર૦૧૮  નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજ નવરાત્રિના ત્રીજા દિવસે તૃતીયા ચંદ્રદર્શન નિમિતે દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે.

સવારે ૧૦ વાગ્‍યે શ્રી ગણપતિ પૂજા શરૂ થશે, તથા શ્રી દુર્ગા લક્ષ્મી સરસ્‍વતી અભિષેક કરાશે. શ્રી નવચંડી પારાયણ  મહામંગલ આરતી  તથા મહાપ્રસાદ યોજાશે.

સાંજે ૪-૩૦ કલાકથી શ્રી ગણપતિ પુજા, શ્રી ચંડી હોમ, વિશેષ ઉપાચારા, મહામંગલ આરતી મહાપ્રસાદમ તથા બાદમા રાસ ગરબા યોજાશે.

મીના મામી તથા ગ્રૃપના  દિવ્‍ય નામ ભજનનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્‍યે છે.

આજ ૧૧ ઓકટો. ગુરૂવારના રોજ ગુરૂપ્રવેશમ/ ગુરૂ પેયાચી યોજાશે જેનો સમય સાંજે ૭ વાગ્‍યાનો રહેશે. જે અંતર્ગત ગુરૂપ્રીતી પૂજા, કળશ સ્‍થાપન, ગુરૂ અભિષેકમ  આરાધના, અર્ચના, તથા આરતી થશે. બાદમાં ભજન અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેવું મંદિરની યાદી જણાવે છે.

 

(9:54 pm IST)