મુખ્ય સમાચાર
News of Friday, 12th October 2018

ભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય

વોશીંગ્‍ટનઃ અમેરિકાની કેબિનેટમાં સ્‍થાન મેળવનાર સૌપ્રથમ ભારતીય અમેરિકન સુશ્રી નિક્કી હેલીએ યુ.એન.માં અમેરિકાના એમ્‍બેસેડર તરીકે જવાબદારી સંભાળ્‍યા બાદ અધવચ્‍ચે મંગળવારે રાજીનામુ આપી દેતા પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા તે સ્‍વીકારી લેવાયુ છે.

બુધવારે તેમણે જણાવ્‍યું હતું કે નિક્કી હેલી અસાધારણ વ્‍યકિતત્‍વ ધરાવે છે તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છે. તેઓ તેમના ઉત્તરાધિકારીની પસંદગી સુધી અને આ વર્ષના અંત સુધી આપણી સાથે રહેશે.

તેમણે ઉમેર્યુ હતુ કે તે મારી મિત્ર છે ખૂબ જ મહાન છે. નિક્કીના જતા પહેલા અને નવી નોકરી મેળવતા પહેલા હું તેની સાથે થોડો સમય પસાર કરવા ઇચ્‍છુ છું અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ જાતની કમી નહીં આવે.

(9:53 pm IST)