મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

ટ્રેડરોની નફાકીય વેચવાલી વધતા વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

ડોલરે તેનો વધારો ગુમાવતા સાપ્તાહિક વૃદ્ધિ સાથે બંધ ભાવ આવ્યા

નવી દિલ્હીઃ ઇસીબીએ તેની નાણાકીય નીતિની રૂપરેખા આપતા અને રિપબ્લિકને યુએસ સેનેટમાં બિલ અટકાવી દેતા ટ્રેડરોની નફાકીય વેચવાલીના લીધે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા.રોકાણકારો બ્રિટિશ જીડીપીના ડેટા અને અમેરિકાના ફુગાવાના આંકડાની રાહ જોઈ રહ્યા છે,

એમસીએક્સ પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 0.85 ટકા કે 439 રૂપિયા ઘટીને 51,335 થયો હતો. ચાંદીનો ભાવ 1.45 ટકા કે 999 રૂપિયા ઘટીને 67,992 થયો હતો.સોનાનો ભાવ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રતિ દસ ગ્રામે 287 રૂપિયા વધીને 52,391 થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે 875 રૂપિયા વધી 69,950 થયો હતો.

અગાઉના સત્રની નોંધપાત્ર વૃદ્ધિ પછી વિશ્વસ્તરે સોનાના ભાવ ઘટ્યા હતા. જો કે ડોલરે તેનો વધારો ગુમાવતા અને વૈશ્વિક આર્થિક નવસંચારના લીધે સોના-ચાંદી સાપ્તાહિક વૃદ્ધિ સાથે બંધ આવ્યા છે.

હાજર સોનાનો ભાવ 0.3 ટકા ઘટીને પ્રતિ ઔંસ 1,947.41 ડોલર થયો હતો, જ્યારે તેણે ગુરુવારે 1,965.9નું બીજી સપ્ટેમ્બર પછીનું શ્રેષ્ઠ સ્તર નોંધાવ્યુ હતુ. સોનું આ સપ્તાહે 0.8 ટકા વધ્યુ છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા ઘટી 1,955.30 ડોલર થયા હતા.

અમદાવાદમાં સોના-ચાંદીનો ભાવમાં  99.9 સોનાનો ભાવ 51,500થી 53,000 હતો. જ્યારે 99.5 સોનાનો ભાવ 51,300થી 52,800 હતો. હોલમાર્ક સોનાનો ભાવ 51,940 હતો.ચાંદી ચોરસાનો ભાવ વધીને 62,000થી 64,500 થયો હતો. ચાંદી રૂપુનો ભાવ 61,800થી 64,300 થયો હતો. જૂના સિક્કાનો ભાવ 575થી 775 હતો.

ડોલર ઇન્ડેક્સ તેના હરીફો સામે મજબૂત રહ્યો હતો અને તેણે અગાઉના સત્રમાં યુરો સામેના ઘટાડાને ભરપાઈ કર્યો હતો. મજબૂત ડોલરના લીધે અન્ય ચલણોના ખરીદદારો માટે સોનું વધારે મોંઘુ થશે.

(12:00 am IST)