મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

દિલ્હી એરપોર્ટ પર અફઘાની શખ્સ પાસેથી જપ્ત કરવામાં આવ્યુ રુ. ૭૩ લાખનું ર કિલો સોનુ

         દિલ્હીમાં આવેલ ઇન્દિરા ગાંી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ એક અફઘાની શખ્સ પાસેથી ર કિલોગ્રામ સોનું જપ્ત કર્યુ છે. જેની કીંમત લગભગ રૂ . ૭૩ લાખ બતાવવામાં આવી રહી છે.

         એક આધિકારિક નિવેદન મુજબ શખ્સએ આ સોનું પોતાના જુતામા છુપાવી રાખ્યું હતુ. કાબુલથી  આ શખ્સની અટકાયત કરવામાં આવી છે. મામલાની તપાસ ચાલુ છે.

(12:32 am IST)