મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

કરતારપુર આવતા તમામ યાત્રાળુઓ પાસેથી 20 US ડોલર સુવિધા ફી વસૂલશે પાકિસ્તાન

આ સર્વિસ ફી હશે, પ્રવેશ ફી નહીં.: આ સુવિધા પાણી, દવાઓ અને અન્ય સુવિધાઓ માટે લેવાશે

નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો.મહમદ ફૈસલે કહ્યું છે કે, કરતારપુર કોરિડોરની મુલાકાત લેનારા દરેક ભક્તો પાસેથી પાકિસ્તાન સુવિધા ફી લેશે. કરતારપુર આવતા યાત્રિકો પાસેથી પાકિસ્તાન સુવિધા ફી લેશે.પાકને સ્પષ્ટ કરી દીધું છે કે તે સુવિધા ફી છે, પ્રવેશ ફી નહીં.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો.મહમદ ફૈસલે કહ્યું છે કે, પાકિસ્તાન સરકાર કરતારપુર કોરિડોર આવતા દરેક વ્યક્તિ પાસેથી સુવિધા ફી લેશે. આ રકમ 20 યુએસ ડોલરની બરાબર હશે. પાકિસ્તાને પહેલા પણ ત્રીજા તબક્કાની વાતચીત દરમિયાન ભારત સમક્ષ આ માંગ મૂકી હતી.

પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે તે સર્વિસ ફી હશે, પ્રવેશ ફી નહીં. એવું માનવામાં આવે છે કે આ સુવિધા પાણી, દવાઓ અને અન્ય સુવિધાઓ માટે લેવામાં આવે છે. પાકિસ્તાને તાજેતરમાં જ ભક્તોમાં વહેંચાતા પ્રસાદ અને લંગરની જરૂરી વ્યવસ્થા કરવામાં સંમતિ આપી હતી. બંને દેશો મુસાફરોને સલામત અને સુમેળભર્યું વાતાવરણ આપવા માટે સંમત છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં બંને દેશો કરતારપુર કોરિડોર પર સાથે મળીને કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ કરતારપુર કોરિડોર ભક્તો માટે ખુલશે.

આ અગાઉ કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજી રાઉન્ડની વાતચીત થઈ હતી. આ સંવાદમાં ઘણા મહત્વપૂર્ણ કરારની વાટાઘાટો કરવામાં આવી હતી. ભારતના શીખ ભક્તો હવે વિઝા વિના આખું વર્ષ કરતારપુર સાહિબની મુલાકાત લઈ શકશે.

આ કોરિડોર દ્વારા ભારતીય મૂળના લોકો જેમની પાસે ઓસીઆઈ (ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા) કાર્ડ છે તે પણ કરતારપુર સાહિબની મુલાકાત લઈ શકશે. અટારી બોર્ડર પર બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ હતી.

ભારતે ફરી એકવાર પાકિસ્તાનને વિનંતી કરી છે કે તેઓ ભારતના પ્રોટોકોલ અધિકારીને શીખ મુસાફરો સાથે પ્રવેશ આપે જેથી, મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ગુરુદ્વારા કેમ્પસમાં ભારતીય અધિકારીઓની હાજરી અંગે પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી છે.

(10:10 pm IST)