મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ભયંકર વીજળી પડતાં ઝારખંડમાં એક જ ગામનાં 8 લોકોનાં મોત: અનેક લોકો ગંભીર : સમગ્ર ગામ અને વિસ્તારમાં માતમ છવાયો

ભારે વરસાદથી બચવા તમામ લોકો એક વિશાળ વૃક્ષ નીચે બેઠા હતા.વૃક્ષ પર વીજળી પડતા 8 લોકોના મોત: ચાર ગંભીર

ઝારખંડના ગઢવા જિલ્લાના લોહરપુર ગામમાં ગુરૂવારે લગભગ એક વાગ્યે વિજળી પડવાથી એક જ ગામનાં 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું ખુટતું હોય તેમ વીજળીનાં કારમે ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.

વીજળીનાં કહેરની પ્રાથમિક માહિતી મળતા જ સ્થાનીક તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જાણવામાં આવી રહ્યું છે કે, ઘટનાસ્થળે જ છ લોકોનાં મોત થઇ ગયા હતા અને બે અન્યનાં મોત હોસ્પિટલ પહોંચ્યા બાદ થયા હતા.

નાનકડા ગામમાં એક સાથે 8 -8 લોકોનાં મોતથી સમગ્ર ગામ અને વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાગ્રસ્ત ગામ ઝારખંડનાં મુખ્ય મથક રાંચીથી આશરે 25 કિમી દૂર આવેલું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભારે વરસાદથી બચવા તમામ લોકો એક વિશાળ વૃક્ષ નીચે બેઠા હતા. આ દરમિયાન વૃક્ષ પર વીજળી પડી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની પુષ્ટી કરવામાં આવી છે. અને 4 અન્ય લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે.

ઝારખંડનાં મુખ્યમંત્રી રઘુવર દાસે ગઢવામાં થયેલ વીજળીની ઘટનાથી 8 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની મદદની જાહેરાત પણ કરી છે. બુધવારે પણ ગઢવા થાના ક્ષેત્રમાં અકલવાણી ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સીવાય બે અન્ય બબલૂ રામ તતા રામલાલ ભુઇયા ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. ત્રણે લોકો પોતાના ખેતર જઇને પરત આવી રહ્યા હચાય આ દરમિયાન ઝડપી વરસાદ શરૂ થઇ ગયો. ત્રણે લોકો કંઇ સમજતા તે દરમિયાન જ વીજળી પડી અને તે ઘટનાસ્થળે જ નગીના દાસનું મોત થઇ ગયું.

(9:57 pm IST)