મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

વિક્રમ સાથે સંપર્ક નહીં થાય તો હવે ચંદ્રયાન -૩

ઈસરોએ બનાવ્યો માસ્ટર પ્લાન

નવી દિલ્હીઃ ઈસરોના વૈજ્ઞાનિકો સતત ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર રહેલા ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવાની કોશીષમાં લાગેલા છે. જો કે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને ઉતર્યાને ૬ દિવસ થઇ ગયા છે. પણ તેનો સંપર્ક નથી થઇ રહ્યા છતા ઈસરો, તેના વૈજ્ઞાનિકો અને દેશની પ્રજાએ આશા નથી છોડી.

વૈજ્ઞાનિકો કોશિષ કરી રહ્યા છે કે વિક્રમ સાથે સંપર્ક થઇ જાય, લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે વૈજ્ઞાનિકો સફળ થઇ જાય . જો કે આપણા વૈજ્ઞાનિકો હિંમત નથી હાર્યા જો વિક્રમનો સંપર્ક ન થાય તો શું એવો પ્રશ્ન બધાના મનમાં ઉભો થઇ રહ્યો છે. તો આવો આપને જણાવીએ ઈસરોનો ભાવી પ્લાન શૂ છે.

ઈસરોના વિશ્વસ્ત સુત્રોએ જણાવ્યુ છે કે ઈસરોએ એ બાબત વિચારવાનુ શરૂ કરી દીધુ છે કે જો વિક્રમ લેન્ડરનો સંપર્ક નહી થાય તો તે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન સરોવરનું અપગ્રેડેડ એટલે કે આધુનિક વર્જન ચંદ્રયાન -૩માં મોકલશે. ચંદ્રયાન-૩માં જનાર લેન્ડર અને રોવરમાં વધુ સારા સેન્સર, શકિતશાળી કેમેરા, અત્યાધુનિક નિયંત્રણ પ્રણાલી અને વધારે શકિતશાળી સંચાર પ્રણાલી લગાવવામાં આવશે. એવુ પણ કહેવાઇ રહ્યુ છે કે ચંદ્રયાન -૩ના બધા ભાગોમાં બેકઅપ સંચાર પ્રણાલી પણ લગાડી શકાય છે. જેથી કોઇપણ પ્રકારની અજુગતી ઘટના બને તો બેકઅપ સંચાર પ્રણાલીનો ઉપયોગ કરી શકાય.

(4:01 pm IST)