મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

સુપ્રિમમાં જજના સિલેકશનમાં કોઇ માપદંડ નથી રહ્યા

કોલેજીયમની ભલામણો મનમાની જેવી હોવાનો જસ્ટીસ લોકુરનો આક્ષેપ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ મદન લોકુરે કોલેજીયમની ભલામણો પર સવાલ ઉઠાવ્યા છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે લખ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટ કોલેજીયમની હાલની ભલામણો મનમાની ની બહુ નજીક છે. સુપ્રિમ કોર્ટમાં જજોનુ સિલેકશન કોઇ નિર્ધારીત માપદંડ આધારિત નથી લાગતુ આ પદ પર બેઠેલ એક વ્યકિતએ પોતાના દિલથી નિર્ણય લીધો હોય તેવુ લાગે છે. તેમણે એક ઉદાહરણ આપ્યુ જેમાં એક મુખ્ય ન્યાયધીશના  નામની ભલામણ સુપ્રિમ કોર્ટમાં નિયુકિત માટે કરાઇ હતી. પણ તે સુપ્રિમમાં ન જઇ શકયા કેમકે તેને એક મહિના માટે રોકી દેવાઇ હતી.

તેમણે કહ્રગુ કે મેમોરેન્ડમ ઓફ પ્રેાસીજર (એમઓપી) અનુસાર જો કોઇ ઉમેદવારના નામની ભલામણ હાઇકોર્ટના જજ તરીકે કરવાની હોય તો તેની ઉમર ૪૫ વર્ષ હોવી જોઇએ. હમણાં જ ૪૫ વર્ષથી ઓછી વયના ઉમેદવારના નામની ભલામણ કરાઇ હતી. તેમણે અન્ય એક ઉદાહરણ આપ્યુ કે એક ઉમેદવાર આવકના માપદંડ પુરા નહોતો કરતો છતા નામની ભલામણ પણ કરાઇ હતી. આ ઉમેદવારોમાં ઓછુ ખાસ  શું હતુ અને સરકારે તેમાં હસ્તક્ષેપ કેમ ન કર્યો?  ઉંમર બાબતે એમઓપી અને પૂર્વ પરંપરાનું ઉલ્લંઘન કેમ કરવામાં આવ્યુ ?

(3:57 pm IST)