મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ઇમરાનના મંત્રીની કબુલાત

કાશ્મીર મામલે સમગ્ર વિશ્વ ભારત સાથે

પાકિસ્તાનમાં અનેક ત્રાસવાદી સંગઠનો ધમધમતા હોવાની પણ કબુલાત : અમારી સાથે કોઇ નથી : પાક ગૃહમંત્રીએ નિષ્ફળતાની વાત સ્વીકારી

નવી દિલ્હી,તા.૧૨: ભારત વિરુદ્ઘ દરેક મોરચે પછડાટ અને શરમિંદગી મેળવનારું પાકિસ્તાન ભલે પોતાની જનતાને ખોટું આશ્વાસન આપી રહ્યું હોય કે તે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યું છે પરંતુ ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે આ મુદ્દે વડાપ્રધાન ઈમરાન ખાન પર જ સવાલ ઊભા કરી દીધા છે. તેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારની નિષ્ફળતાઓ બદલ ઈમરાન ખાન અને તેમના સાથીઓને જવાબદાર ઠેરવ્યાં છે. હકીકતમાં તેમણે સ્વીકાર કરી લીધુ કે કાશ્મીર મુદ્દે ઈસ્લામાબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું. શાહે ઈમરાન ખાન સહિત ચૂંટાઈ આવેલા અને જવાબદાર સ્થાન પર બિરાજમાન નેતાઓ પર પાકિસ્તાનની છબી બગાડવાનો આરોપ પણ લગાવી દીધો.

આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકોએ આપણા પર વિશ્વાસ કર્યો નહીં. અમે કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કરફ્યુ લગાવી દીધો છે અને લોકોને દવાઓ સુદ્ઘા મળતી નથી. લોકોએ અમારા પર વિશ્વાસ  કર્યો નહીં. પરંતુ તેમણે ભારતની વાત પર વિશ્વાસ કર્યો. સત્ત્।ાધારી કુલીનતંત્રે દેશને બરબાદ કરી દીધો. દેશની છબી ખરાબ કરી નાખી. લોકો વિચારે છે કે પાકિસ્તાન એક ગંભીર દેશ નથી.

તેમને જયારે પૂછવામાં આવ્યું કે બેનઝીર ભૂટ્ટો, પરવેઝ મુશર્રફ અને અન્ય કયા સત્ત્।ાધારી કુલીનતંત્રનો ભાગ રહ્યાં તો ISl  નાચીફ રહી ચૂકેલા એઝાઝ અહેમદ શાહે કહ્યું કે તમામ જવાબદાર છે. પાકિસ્તાને હવે આત્મમંથન કરવાની જરૂર છે. શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે જીનેવામાં સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના ૪૨માં સત્રની બેઠકમાં ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો.ઙ્ગ

તેમને જયારે પૂછવામાં આવ્યું કે બેનઝીર ભૂટ્ટો, પરવેઝ મુશર્રફ અને અન્ય કયા સત્ત્।ાધારી કુલીનતંત્રનો ભાગ રહ્યાં તો ISI ચીફ રહી ચૂકેલા એઝાઝ અહેમદ શાહે કહ્યું કે તમામ જવાબદાર છે. પાકિસ્તાને હવે આત્મમંથન કરવાની જરૂર છે. શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જયારે જીનેવામાં સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના ૪૨માં સત્રની બેઠકમાં ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો.

(3:51 pm IST)