મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

કાશ્મીર ભારતનું અભિન્ન અંગઃ ૩૭૦ મુદ્દે અમે દેશની સાથે છીએઃજમીયત-એ-ઉલેમા હિન્દ

કાશ્મીરના ભાગલાવાદીઓનું સમર્થન કરતા નથી, અલગાવવાદીઓ દેશના અને કાશ્મીરના દુશ્મન છે અને ૩૭૦ પર અમે દેશની સાથે છીએ

નવી દિલ્હી, તા.૧૨: ઈસ્લામી સ્કોલર્સના ભારતમાં સૌથી મોટા સંગઠન જમીયત એ ઉલેમા હિન્દે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનું સમર્થન કર્યું છે. જમીયત એ ઉલેમા હિન્દીની વાર્ષિક બેઠકમાં કાશ્મીર પર પ્રસ્તાવ પ્રસાર કરવામાં આવ્યો છે. જમીયત ઉલેમાનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરને તબાહ કરવાનાં લાગ્યું છે. અમે કાશ્મીરના ભાગલાવાદીઓનું સમર્થન કરતા નથી. અલગાવવાદીઓ દેશના અને કાશ્મીરના દુશ્મન છે અને ૩૭૦ પર અમે દેશની સાથે છીએ.

જમીયત ઉલેમા હિન્દના મૌલાના મહેમૂદ મદનીએ મીડિયાને જણાવ્યું કે આજે અમે અમારી બેઠકમાં પ્રસ્તાવ પ્રસાર કર્યો છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. દેશની સુરક્ષા અને અખંડિતતા સાથે કોઈ સમાધાન થશે નહીં. ભારત અમારો દેશ છે અને અમે તેની સાથે છીએ.

મૌલાના મદનીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય પટલ પર એવો સંદેશ આપે છે કે ભારતના મુસલમાનો પોતાના દેશ સાથે નથી. અમે પાકિસ્તાનની આ હરકતની ટીકા કરીએ છીએ.(૨૩.૨૧)

(3:51 pm IST)