મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

અયોધ્યા કેસઃ મુસ્લિમ પક્ષકારોના વકીલનો કોર્ટમાં દાવોઃ મારી ટીમને ધમકાવવામાં આવીઃ મારપીટ કરાઇ

યુપીમાં એક પ્રધાને કહ્યુ હતુ કે અયોધ્યા હિંદુઓનું છે, મંદિર અમારૂ છે, કોર્ટ પણ અમારી છે

નવી દિલ્હી,તા.૧૨: અયોધ્યા ભુમી વિવાદ મામલાની સુનાવણી દરમ્યાન મુસ્લિમ પક્ષકારો તરફથી રજુ કરેલા વરિષ્ઠ વકિલ રાજીવ ધવને તેમની કાયદાકીય ટીમના કલાકૈને ધમકી ની જાણકારી કોર્ટને આપી ધવને કોર્ટને જણાવ્યું કે યુપીમાં એક મંત્રીએ કહ્યું કે અયોધ્યા હિંદુઓની છે. મંદિર તેમનું છે અને સુપ્રીમ કોર્ટ પણ તેમનું છે. હું માનહાનિ બાદ માનહાનિ દાખલ કરી શકુ નહિ તેઓએ પહેલા જ ૮૮ વર્ષના વ્યકિત વિરૂધ્ધ માનહાનિ દાખલ કરી છે. બીજીબાજુ ધવને કોર્ટને એ પણ જણાવ્યું કે ગઇ કાલે સુપ્રીમ કોર્ટના પરિસરમાં કેટલાક લોકોએ તેના લિપિકની ધોલધપાટ કરી દીધી હતી.

આ અંગે સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે કોર્ટની બહાર આ પ્રકારના વ્યવહારની નિદા કરે છે. દેશમાં આવું થવું જોઇએ નહિ અને આ પ્રકારના નિવેદનોની ટીકા કરી છીએ દેશમાં આવું થવું જોઇએ નહિ અમે આ પ્રકારના નિવેદનોને ફગાવીએ છીએ બંને પક્ષ કોઇ પણ ડર વગર તેમની દલીલો કોર્ટ સમક્ષ રાખવા માટે સ્વતંત્ર છે.

તેની સાથે જ સીજેઆઇ રંજનગોગોઇએ રાજીવ ધવનને પુછયું કે શું તેઓ સુરક્ષા ઇચ્છે છે. ત્યારબાદ ધવને ઇન્કાર કરી દીધો અને કહ્યું કે સુપ્રીમે જે વિશ્વાસ દાખવ્યો તે પુરંતુ છે.

(3:49 pm IST)