મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

સૌથી વધુ અખબારો વંચાય છે કેરલમાં

ફિલ્મ જોવાના મામલે દક્ષિણની તુલનામાં સમૃધ્ધ રાજયો હોવા છતા દિલ્હી, હરીયાણા પંજાબ ઘણા પાછળ

કેરલમાં અખબારોનું વાંચન ૬૧ ટકા છે જે રાષ્ટ્રીય ટકાવારીથી રગણાથી વધુ છે.  તામીલનાડુમાં ૩૮ ટકા, કર્ણાટકમાં ૩૪ ટકા, મહારાષ્ટ્રમાં ર૯ ટકા, હરીયાણામાં ર૮ ટકા લોકો નિયમીત રૂપે સમાચારપત્રો વાંચે છે. કેરલના કોટાયમમાં દેશમાં સૌથી વધુ વાંચક ૭૪ ટકા જેટલા છે. ત્યાર બાદ કન્નુર ૬૯ ટકા અને અર્નાકુલમમાં વાંચકોની સંખ્યા ૬૭ ટકા છે. કેરલમાં શ્રીમંત ઘરોની સરખામણીએ ઓછુ ભણેલા પરીવારોમાં સમાચાર પત્રો વધુ વંચાય છે.

ફિલ્મો જોવામાં કેરલની ટકાવારી થોડી ઓછી (ર૧ ટકા) છે. બિહાર અને યુપીમાં  ૧૦માંથી ૧ લોકોએ મહિને એક વાર સીનેમા  હોલ કે થીયેટર જતા હોવાની વાત કરી હતી. દિલ્હી, હરીયાણા અને પંજાબ સમૃધ્ધ રાજયો છે પરંતુ ફિલ્મ જોવાના મામલામાં દક્ષિણની તુલનામાં ઘણા પાછળ છે.

(3:30 pm IST)