મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

મોબાઇલ પોર્ટીબીલીટી વધુ સરળ - સસ્તી કરતુ ટ્રાય

નવી દિલ્હીઃ Telecom Regulatory Authority of India (TRAI) એ મોબાઈલ પોર્ટિબિલિટીને સસ્તી કરી દીધી છે. જો કે આનાથી સબ્સક્રાઈબર્સને ખાસ ફાયદો થશે નહી, પણ દેશનાં ટેલિકોમ ઓપરેટર્સ માટે આ રાહતના સમાચાર કહી શકાય. ટ્રાઈને હાલમાં જ મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની નવી કિંમત ૫.૭૪ નક્કી કરી છે.

 એક રિપોર્ટ અનુસાર ટ્રાઈએ કહ્યુ છે કે નવી કિંમત સિસ્ટમમાં કરેલા ફેરફાર બાદ નક્કી કરવામાં આવ્યા છે. ટ્રાઈના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યુ કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નવા દર ૩૦ સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવશે.

 ટેલિકોમ ઓપરેટર્સને દરેક મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ટ્રાન્ઝેકશન માટે અલગ અલગ એજન્સીઓને ચુકવણું કરવાનું હોય છે. ટ્રાઈ દ્વારા નક્કી કરવામાં આવેલી નવી ફી બાદ હવે ટેલિકોમ ઓપરેટર્સને દરેક ટ્રાન્ઝેકશનમાં બચત થશે. ટેલિકોમ ઓપરેટર્સને દરેક નવા ગ્રાહક માટે હવે ૧૯ રૂપિયાની ચુકવણી કરવાની હોય છે. આ પેમેન્ટ મોબાઈલ નંબર સર્વિસ પ્રોવાઈડર એજન્સી જેવી કે Syniverse Technologies અને MNP Interconnection Telecom Solutions ના ખાતામાં જાય છે.

કંપનીઓને થઈ રહ્યુ હતું નુકસાન ટ્રાઈના ચેરમેન આર.એસ શર્માએ કહ્યુ કે અમે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીમાં ફેરફાર કર્યો છે. પહેલા આ ડોનર ઓપરેટર દ્વારા જનરેટ કરવામાં આવેલ યૂનીક પોર્ટિંગ કોડ પર આધારિત હતુ જેમાં ઓપરેટર્સ પોતાના સબસ્ક્રાઈબર્સ બનાવી રાખે તેવો ઓપ્શન મળતો હતો. જો કે આમાં મોટા ભાગે સબસ્ક્રાઈબર્સ રિજેકટ કરતા હતા. 

(3:29 pm IST)