મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

આતંકનું મોટું કાવતરું નિષ્ફળ :લખનપુર બોર્ડરે હથિયાર ભરેલી ટ્રક પકડાઈ : 5 AK -47 રાઇફલ સાથે ત્રણ આતંકીઓ ઝડપાયા

ટ્રકમાં કરિયાણાના સમાનની આડમાં હથિયારોને જમ્મુ-કાશ્મીર લઈ જતા હતા

પંજાબ-જમ્મુ કાશ્મીર સરહદ પર એક ટ્રકમાં હથિયારોનો સંગ્રહ મળી આવ્યો છે કઠુઆના લખનપુર બોર્ડર પર ચેકિંગ દરમિયાન આ હથિયારનો આ માલ પકડાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ હથિયાર પંજાબથી શ્રીનગર લઈ જવામાં આવી રહ્યાં હતા.

ટ્રકમાં કરિયાણાના સમાનની આડમાં હથિયારોને જમ્મુ-કાશ્મીર લઈ જવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ હથિયારો સાથે 3 આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 5 AK -47 રાઇફલો મળી આવી છે.

પંજાબ અને જમ્મુ-કાશ્મીર પોલીસ પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.

(1:59 pm IST)