મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ONGC કરશે અસમમાં 13,000 કરોડનું રોકાણ:તેલ અને ગેસની શોધ માટે રાજ્યમાં ખોદાશે 220થી વધારે કુવાઓ

નવી દિલ્હી : ઓએનજીસીએ જાહેરાત કરી કે, તે આગલા પાંચ વર્ષ દરમ્યાન અસમમાં 13,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ જણાવ્યુકે, તેલ અને ગેસની શોધ માટે આખા રાજ્યમાં 220થી વધારે કુવાઓ ખોદવામાં આવશે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યુકે, તેમણે રાજ્યમાં પોતાની શોધ તેમજ ઉત્પાદન ગતિવિધિઓને વિસ્તાર આપવા માટે અસમ સરકારની સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

   નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, નવું રોકાણ આખા રાજ્યમાં 220થી વધારે તેલ અને ગેસનાં કુવાઓનાં ખોદકામ માટે કરવામાં આવશે. કંપનીએ નિવેદનમાં કહ્યુ છેકે, ઓએનજીસી 2022 સુધીમાં તેલની આયાત 10 ટકા ઘટાડીને પ્રધાનમંત્રીના નિવેદન તેમજ પૂર્વોત્તર હાઈડ્રોકાર્બન વિઝન 2030ને ધ્યાનમાં રાખીને પોતાની ગતિવિધિઓ વધારવા પર જોર આપી રહી છે.

(1:12 pm IST)