મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ભારતના પરમ મિત્ર રહેલ ઇરાને ગંભીર ઇશારો કર્યોઃ સંબધોને અસરઃ ચાબાહારમાં ભારતને નુકશાન શરૂ

અમેરીકાના પ્રતિબંધોને લઇને ભારતે ઇરાનથી ઓઇલ આયાત બંધ કરતા ઇરાન નારાજઃ ભારતે દબાવું જોઇએ નહિ

 ઇરાનના ભારત ખાતેના રાજદૂત અલી ચેગેનીએ જણાવ્યું છે કે અમેરિકાએ લાદેલા પ્રતિબંધોને પગલે ઇરાન પાસેથી તેલ આયાત બંધ કરવા ભારતે લીધેલો નિર્ણય ભારત - ઇરાન દ્વિપક્ષી સંબંધોને તેમ જ ચબાહારમાં ભારતના ભાવિને નુકસાન પહોંચાડી રહ્યો છે.

 ભારત સરકારે ઇરાન પરના અમેરિકી પ્રતિબંધોને પગલે આ વર્ષે બીજી મેથી ઇરાન પાસેથી તેલ ખરીદી સંપુર્ણપણે બંધ કર્યા પછી પહેલી જ વાર જાહેર ટીપ્પણી આપતાં ઇરાનના ભારત ખાતેના રાજદૂતે જણાવ્યું હતું કે ભારત પોતાની આઝાદી માટે ખુબ લડયું છે, તેણે અમેરિકાના એકપક્ષી પ્રતિબંધના નિર્ણયને વશ નહોતું થવું જોઇતું.

 ઇરાનના રાજદૂતે ઇન્ડિયન એસોસિએશન ફોર ફોરેન અફેર કોરસપોન્ડન્ટ( વિદેશી બાબતોના પત્રકારોના ભારતીય સંગઠન)ને સંબોધતાં જણાવ્યું હતું કે, ' હવે તે બાબત સત્ત્।ાવાર બની ચુકી છે કે ભારતે પોતાના રાષ્ટ્રીય હીતમાં ઇરાન પાસેથી તેલ ખરીદી બંધ કરી છે. હવે જયારે ભારતના કિસ્સામાં તેની તેલ ખરીદી પેટે કોઇ નાણા અમને ચુકવવાના બાકીમાં ના હોય તેવામાં ભારત પાસેથી ખરીદી કઇ રીતે કરી શકીએ?  તેમણે કહ્યું હતું કે, ભારતનો આ સાર્વભોમ નિર્ણય હતો , પરંતુ અન્ય દેશોએ ભારતથી જરા જુદો માર્ગ અપનાવ્યો છે. 'ઇરાનના રાજદૂત આમ કહીને ચીન,રશિયા અને તુર્કસ્તાન તરફ ઇશારો કરી રહ્યા હતા. આ દેશોએ ઇરાન પાસેથી તેલ ખરીદી ચાલુ રાખી છે.  

(1:03 pm IST)