મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

અમેરીકા સાથેનો વેપારજંગ ચીનને ભારે પડયોઃ ૩૦ લાખ બેકાર

ચીનને અરબો-ખરબો ડોલરનુું નુકશાનઃ મંદીની હવા ફગાવી ટ્રમ્પે કહયું અચ્છે દિન આ રહે હે !! શેર બજાર નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે

વોશિંગટનઃ અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા અનેક મહિનાથી ટ્રેડ વોર ચાલી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે, તેમના તંત્ર દ્વારા ચીનથી આયાત થતા સામાન પર લગાવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણી ચીનને ખરબો ડોલરનું નુકસાન થયું છે અને તેમના દેશમાં ૩૦ લાખ લોકો બેરોજગાર બન્યા છે.

ટ્રમ્પે જણાવ્યું કે, ચીન અમેરિકા સાથે વ્યાપાર સમાધાન કરવા માટે ખુબ જ આતુર છે અને તે કોઈ પણ પ્રકારે સમાધાન કરવા માટે ધમપછાડા કરી રહ્યું છે.

દુનિયાના આ બે મોટા અર્થતંત્રો વચ્ચે છેલ્લા બે વર્ષથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. જેના કારણે બંને પક્ષે એક-બીજાને ત્યાં આયાત થતા અબજો ડોલરના સામાન પર મસમોટી ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી છે. છેલ્લા ૨૦ મહિનાથી બંને દેશ વ્યાપાર સમાધાન અંગે વાટાદ્યાટો ચલાવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી.

 ટ્રમ્પે તાજેતરમાં જ મીડિયાને જણાવ્યું કે, અમે ખરબો ડોલર કમાયા  જયારે ચીને અનેક અબજ ડોલરનું નુકસાન કર્યું છે. તેની સાથે જ ચીનમાં ૩૦ લાખ લોકો બેરોજગાર બન્યા છે. 

ટ્રમ્પે મંદીની આશંકાઓ અંગે આવી રહેલા રિપોર્ટને ખોટા ઠેરવીને આશા વ્યકત કરી કે શેર બજાર એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. ટ્રમ્પે જણાવ્યું કે, ''તમે જાણો છો કે એ અવસર આવવાનો છે. હું તેના અંગે વાત કરવા માગતો નથી, પરંતુ ટૂંક સમયમાં જ આપણે એક નવો રેકોર્ડ સ્થાપિશું.''

(1:03 pm IST)