મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

નાની બચતના વ્યાજમાં થઇ શકે છે ઘટાડો

એફડીના વ્યાજ તો પહેલા જ ઘટી ગયા છે

નવી દિલ્હી,તા.૧૨: લોક ભવિષ્યનિધિ(પીીપએફ) સહિત અન્ય નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ટૂંક સમયમાં ઘટાડો થઇ શકે છે.

સાવધી જમા (ફીકસ ડીપોઝીટ)ના વ્યાજ દરોમાં ઘટાડો કરાયા પછી હવે નાની બચતના વ્યાજદરો ઘટાડવા અંગે વિચારણા ચાલી રહી છે. ઓકટોબર -ડીસેમ્બર માટે વ્યાજ દરોની જાહેરાત સરકાર આ મહિનાના અંત સુધીમાં કરી શકે છે. સરકાર નાની બચતના વ્યાજદરો દરેક ત્રિમાસીક ગાળા માટે નક્કી કરે છે.

 નિષ્ણાંતોનું કહેવું છે કે રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દર રેપો રેટ સાથે જોડયા પછી એફડી સહિત અન્ય ડીપોઝીટો પર વ્યાજ દર ઘટી ગયા છે. એટલે અનુમાન છે કે સરકાર ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસીક ગાળા માટે નાની બચતખ યોજનાઓના વ્યાજ દર ઘટાડશે.

(1:02 pm IST)