મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

પાકિસ્તાનમાં જૈશ અને લશ્કરના આતંકી સંગઠનો સક્રિય છે:પાકિસ્તાનના ગૃહમંત્રીની મોટી કબૂલાત

ઈમરાનની સરકાર આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવા મદદ કરી રહી છે

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીના કબૂલનામા બાદ પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે પણ સૌથી મોટી કબૂલાત આપી છે. તેમણે જણાવ્યુ કે, પાકિસ્તાનમાં જૈશ અને લશ્કર જેવા આતંકવાદી સંગઠન સક્રિય છે. આ આતંકી સંગઠનના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં લડાઈ લડી રહ્યા છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે, ઈમરાન ખાનની સરકાર આતંકવાદીઓને જેમાંથી મુક્ત કરવા મદદ કરી રહી છે. અને હાફિઝ સઈદને પાકિસ્તાને ઊભો કર્યો છે. પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકાર કાશ્મીર મુદ્દે નિષ્ફળ ગઈ છે. એજાજ અહમદ શાહે કરેલા દાવા બાદ પાકિસ્તાનની પોલ ખુલી છે.

પાકિસ્તાન હમેશા આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની મોટી વાતો કરે છે. પરંતુ પાકિસ્તાનની ઈમરાન ખાનની સરકારના પ્રધાન તેની હવા કાઢી રહ્યા છે. આ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યુ હતુ કે, કાશ્મીર ભારતનું જ રાજ્ય છે. દુનિયાને ભારત એ દર્શાવવાની કોશીષ કરી રહ્યું છે કે કાશ્મીરમાં જિંદગી સામાન્ય થઇ ગઇ છે. જો ખરેખર એવું છે તો આંતરરાષ્ટ્રીય મીડિયા અને એનજીઓને ભારત પોતાના રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કેમ નથી જવા દેતું.

(11:57 am IST)