મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

MDH સંભાર મસાલા અંગે મોટો ખુલાસોઃ અમેરિકામાં ખતરનાક બેકટેરિયા મળી આવ્યા

યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHના આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેકટેરિયા હોવાની જાણકારી મળી

ન્યુયોર્ક, તા.૧૨: તૈયાર મસાલા ઉત્પાદક કંપની MDH અંગે અમેરિકાથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના એક રિટેલ ડિસ્ટ્રીબ્યૂટરે પોતાની સ્ટોરમાંથી MDH મસાલાના ત્રણ પ્રકારના લોટને દૂર કરવાની નોબત આવી છે. કંપનીના સંભાર મસાલામાથી 'સાલ્મોનેલા' નામના ઘાતક બેકટેરિયા મળી આવ્યા છે. યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHનાઆ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેકટેરિયા હોવાની જાણકારી મળી. તેમણે આગળ કહ્યું કે FDAએ આ મામલે ત્યારે તપાસ કરવાનું શરૂ કર્યું જયારે તેમણે જાણકારી મળી કે બજારમાં એવા કેટલાક પ્રોડકટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમા સાલ્મોનેલા બેકટેરિયા છે.

રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ બીમારીના શરૂઆતના લક્ષણોમાં ઝાડા, પેટમાં મરોડ સહિત ૧૨ થી ૭૨ કલાકમાં ખુબ જ તાવ પણ આવી શકે છે. તમને જણાવી દઇએ કે, પહેલા પણ અમેરિકામાં એમ.ડી.એચ મસાલાઓ પર સવાલો ઉઠી ચૂકયા છે. અત્યાર સુધી એ વાતની પુષ્ટી થઇ શકી નથી કે, ભારતમાં આ કંપનીના વેચાણ કરવામાં એવેલ પ્રોડકટમાં સાલ્મોનેલા બેકટેરિયા છે કે નહીં.

યુ.એસ. ફૂડ રેગ્યુલેટરત આ વિશે માહિતી આપી નથી. ઇન્ડિયન એકસપ્રેસએ પોતાની એક રિપોર્ટમાં કહ્યું છે કે, એમડીએચ કંપનીના આ પ્રોડકટ ઉત્તરી કેલિફોર્નિયા સ્થિત રિટેલ સ્ટોરમાં વેચવામાં આવી રહ્યા હતાં. જોકે, કંપની અમેરિકામાં મોકલવામાં આવેલા ઓછામાં ઓછા ૩ લોટને પરત ખેંચી રહી હોવાના અહેવાલ છે.

સાલ્મોનેલા બેકિટરિયાના કારણે 'સાલ્મોનેલોસિસ' બીમારી થઈ શકે છે. આ બેકટેરિયાના કારણે મરડો, ઝાડા તેમજ ૧૨-૭૨ કલાક સુધી તાવ આવી શકે છે જે આશરે ૪-૭ દિવસ સુધી રહે છે. બાળકોથી લઈને વૃદ્ઘો સુધી તમામ લોકો માટે આ બેકટેરિયાનું સેવન જોખમી છે.

(10:05 am IST)