મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

મુંબઇમાં એટીએસએ જપ્ત કર્યા રૂ.પ૧ કરોડના મેફેડ્રોનઃ પ લોકોની ધરપકડ

મુંબઇ ( મહારાષ્ટ્ર) માં આતંક વિરોધી દસ્તે (એટીએસ) એ રુ. પ૧ કરોડનો ૧ર૯ કિલોગ્રામ નશીલો પદાર્થ મેફેડ્રોન જપ્ત કરતા પ લોકોની ધરપકડ કરી છે.એટીએસએ બતાવ્યૂં કે ગુપ્ત સૂચના મળવાથી બે લોકોની તલાશી દરમ્યાન ૯ કિલેાગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યુ હતુ.

આ પછી બંનેનીી પુછપરછ કરતા ૧ર૦ કિલોગ્રામ મેફેડ્રોન અને રૂ. ૧.૦૪ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા. એનડીપીએસ એકટને લઇ મામલો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

(10:33 pm IST)