મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

ભારત-ચીન બોર્ડર પર ભૂમી-વાયુ સેના કરશે યુદ્ધ અભ્યાસ

માઉન્ટેન સ્ટ્રાઈક કોરનાં 5,000થી વધારે જવાન વાયુસેનાસ સાથે યુદ્ધાભ્યાંસ કરશે

નવી દિલ્હી : ભારત - ચીન બોર્ડર પર ભારતીય સેનાઓ દ્વારા ઓક્ટોબરમાં મોટો યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સેનાની એકમાત્ર માઉન્ટેન સ્ટ્રાઈક કોરનાં 5,000થી વધારે જવાન ઓક્ટોબરમાં અરુણાચલ પ્રદેશમાં વાયુસેના સાથે યુદ્ધ અભ્યાસ કરશે. ચીન બોર્ડર પર આ પહેલી વખત યુદ્ધ અભ્યાસ થવાનો છે.

ભારતીય સેનાના સૂત્રનાં જણાવ્યા પ્રમાણે, તેજપુરમાં આવેલા હાઈ અલ્ટીટ્યૂટ પર 4 કોરને આપણી સીમાની રક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. માઉન્ટેન સ્ટ્રાઈક કોરના 2500 જવાનોને એરફોર્સ એરલિફ્ટ કરશે. માઉન્ટેન સ્ટ્રાઈક કોરના જવાન યુદ્ધભ્યાસમાં 4 કોરના જવાનો પર હવાઈ હુમલો કરશે.

યુદ્ધાભ્યાસમાં એરફોર્સ તેમના હાઈટેક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-17, સી-130 સુપર હરક્યુલિસ અને એએન-32નો ઉપયોગ કરશે. આ વિમાનોથી માઉન્ટેન સ્ટ્રાઈક કોરના જવાનોને એરલિફ્ટ કરવામાં આવશે. આ વિમાન બંગાળના બાગડોગરાથી જવાનોને એરલિફ્ટ કરીને અરુણાચલ પ્રદેશના વોર ઝોનમાં ઉતારશે.

 ઇતિહાસમાં પહેલીવાર અરૂણાચલ પ્રદેશમાં ઇન્ડો - ચાઇના બોર્ડર પર ભારતીય સેના દ્વારા ભૂમીદળ અને વાયુુદળની શક્તિનું પ્રદર્શન યુદ્ધ અભ્યાસનાં રૂપે જોવામાં આવશે.

(9:57 pm IST)