મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને આઇસલેન્ડનું સમર્થન : વૈશ્વિક લડતમાં સાથ આપવા કર્યો વાયદો

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને આઇસલેન્ડના રાષ્ટ્રપતિ ગુઓની જોનેસને દ્વિપક્ષીય વાટાઘાટ

નવી દિલ્હી : ભારત તરફથી આંતકવાદના મુદ્દે પર હાલ ચાલી રહેલી સખ્ત કાર્યવાહીને આઈસલેન્ડનું પણ સમર્થન મળ્યું છે. જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારત તરફથી ઉઠાવવામાં આવેલા સખ્ત પગલાનું આઈસલેન્ડે કર્યું સમર્થન અને જણાવ્યું કે આંતકવાદ વિરુદ્ધ વૈકશ્વિક લડતમાં સાથ આપવાનો વાયદો પણ કર્યો હતો.

  રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને આઇસલેન્ડના રાષ્ટ્રપતિ ગુઓની જોનેસને દ્વિપક્ષીય વાટાઘાટોમાં આતંકવાદને માનવતા માટે જોખમ ગણાવીને આતંકવાદ સામે લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

બન્ને રાષ્ટ્રપતિઓ વચ્ચે થયેલા સંવાદમાં તે પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતને સતત મત્સ્યપાલન કરવા માટે આઈસલેન્ડ પોતાની તકનીકો દ્રારા મદદ કરશે. આ સિવાય બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ અને એક બીજાનાં નાગરિકોને વીઝા સહીત અન્યમાં છૂટ આપવાની વાત પર પણ MOUનાં હસ્તક્ષાર કરવામાં આવ્યા હતા.

(12:00 am IST)