મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

2022 સુધી POK ભારતનો હિસ્સો હશે: અખંડ ભારતનો ટારગેટ પૂર્ણ કરીને રહીશું: શિવસેના

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પીઓકેને પરત મેળવવાને હવે પછીનો એજન્ડા ગણાવ્યો

 

મુંબઈ : જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે ભારતની નજર પીઓકેને જમ્મૂ કાશ્મીરમાં સામેલ કરવા પર છે. કેન્દ્ર સરકારમાં સહયોગી શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આખુ કાશ્મીર હિન્દુસ્તાનનું છે અને 2022 સુધી પાક અધિકૃત કાશ્મીર (POK) પણ સામેલ થઇ જશે.

શિવસેના નેતા સંજય રાઉતનું આ નિવેદન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના એ નિવેદન બાદ આવ્યું છે કે જેમા એમણે કહ્યું હતું કે અમારો હવે પછીનો એજન્ડા પીઓકેને પુન: પ્રાપ્ત કરી જમ્મૂ કાશ્મીરના અંતર્ગત લાવવાનો છે.

સંજય રાઉતે કહ્યું, 'મોદીજીએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું છે કે જમ્મૂ કાશ્મીર અમારો આંતરિક મામલો છે. 370 દુર કર્યા બાદ પાકિસ્તાન પણ માનવા લાગ્યું છે. હિન્દુસ્તાને કાશ્મીર પર કબજો કરી લીધો છે. ઇમરાન ખાનની બોડી લેન્ગવેજ જોઇ લો, રંગ ઉડી ગયો છે. હવે કેટલાક દિવસોમાં પીઓકે પણ અમારું હશે.'

શિવસેના નેતાએ આગળ કહ્યું, 'હવે આ વાત સૌ કોઇ કરવા લાગ્યા છે કે કાશ્મીર હિન્દુસ્તાનનું છે. મને વિશ્વાસ છે કે 2022ના પહેલા પીઓકે પણ આવી જશે. તમામ અમારી સાથે છે, અખંડ હિન્દુસ્તાનનો ટારગેટ પૂર્ણ કરીને રહીશું.'

(12:00 am IST)