મુખ્ય સમાચાર
News of Thursday, 12th September 2019

U.A.E. માં ભારતીય મૂળના પતિએ પત્નીની હત્યા કરીઃ ર સંતાન માતા વિહોણા

યુ.એ.ઇ.માં સ્થાયી થયેલું ભારતીય દંપતિ ખંડિત થયુ છે. જે મુજબ પતિએ સોમવારે નિર્દયતાપૂર્વક પત્નીને ચાકુ મારી હત્યા કરી નાખી હોવાનું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ દુબઇ સ્થિત ૪૩ વર્ષીય યુ.સી.નાયક ભારતીયએ તેની પત્ની ૩૯ વર્ષીય વિદ્યાચંદ્રનને અલકોજના કાર પાર્કીગમાં ચાકુ મારી હત્યા કરી નાખી છે.

દંપતિને ૧૬ વર્ષીય તથા પ વર્ષીય ર સંતાન છે. જે મૃતકના માતા-પિતા સાથે કેરળમાં રહે છે.

મૃતકના ભાઇએ જણાવ્યા મુજબ દંપતિ વચ્ચે ખટરાગ તથા અણબનાવ હતો. પતિ ઉપર દેણું થઇ ગયુ હતુ તેમ છતાં તેને મદદરૃપ થવા પોતાની બહેન દુબઇ સ્થાઇ થઇ હતી તથા બે દિવસ પછી ઓણમ તહેવાર ઉજવવા વતનમાં આવવાની હતી ત્યાં અચાનક ઉપરોકત ઘટનાએ અમોને આઘાતગ્રસ્ત કરી દીધા છે તેમ જણાવ્યું હતુ.

(8:59 pm IST)