ટાટા પાવર અને વોલ્ટાસ વચ્ચે કરાર થતા હવે એસીના ગ્રાહકોને પ૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે
નવી દિલ્હી: ટાટા પાવર અને વોલ્ટાસએ પરસ્પર એક કરાર કર્યો છે. આ કરાર મુજબ Voltas એસી ખરીદતાં ગ્રાહકોને 50 ટકાની છૂટ આપવામાં આવશે. ગ્રાહક 1, 1.5 અને 2 ટનનું એસી ખરીદતાં ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઓફર હેઠળ દરેક રેસિડેંશિયલ ગ્રાહક એસી ખરીદી શકે છે અને કોમર્શિયલ ગ્રાહક 2 એસી ખરીદી શકે છે. હાલ તેને મુંબઇમાં શરૂ કરવામાં આવી છે. ખૂબ જલદી દેશના અન્ય ભાગમાં પણ આ ઓફરનો લાભ ગ્રાહક ઉઠાવી શકશે.
જાણકારી અનુસાર મુંબઇમાં ટાટા પાવરના 7 લાખથી વધુ ગ્રાહક છે. વોલ્ટાસને આશા છે કે આ ઓફરના લીધે તેના વેચાણમાં 8 ટકાનો વધારો થશે. સાથે જ આ સ્કીમ દ્વારા એનર્જી પણ બચશે અને લોકો 5 સ્ટાર રેટિંગ પ્રોડક્ટ્સ સાથે જોડાશે. આ ઓફર 31 ડિસેમ્બર 2019 સુધી છે.
5 સ્ટાર એસી |
કિંમત |
TATA પાવર ગ્રાહકો માટે |
1 ટન |
55,990 |
30,000 |
1.5 ટન |
68,990 |
35,500 |
2 ટન |
68,990 |
44,600 |