મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

હુબલીના એક જ પંડાલમાં મોહરમ અને ગણેશ ચતુર્થી

બેંગ્લોર તા.૧૧: કર્ણાટકના હુબલીમાં એક જ પંડાલમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના લોકો દર્શન માટે ઊમટ્યા છે અને એનું કારણ છે કે અહીં એક જ પંડાલમાં ગણેશજીનો ઉત્સવ છે અને બીજી તરફ મુસ્લિમોની મોહરમનો માતમ પણ છે. સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે આ માધ્યમથી અમે ધાર્મિક સૌહાર્દનો સંદેશ આપવા માગીએ છીએ. જે પંડાલમાં ગણેશની સ્થાપના કરી છે ત્યાં જ મોહરમની તૈયારીઓ પણ ચાલે છે અને બન્ને કોમના લોકો અહીં આવે છે. લગભગ ચાર હજાર લોકો અહીં હળીમળીને એકબીજાના તહેવારો મનાવે છે. હોળી, દીવાળી હોય કે ઇદ, અહીં બધા જ ફેસ્ટિવલ સાથે મળીને ઊજવાય છે.

(3:26 pm IST)