મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

૨ ઓકટોબર સુધીમાં લોકો પોતાના ઘરો- ઓફિસને સિંગલ યુઝ પ્લાસ્ટીકથી મુકત કરે

પીએમ મોદીએ કરી અપીલઃ પશુ આરોગ્ય માટે લોન્ચ કરી યોજના

નવી દિલ્હી,તા.૧૦:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરાના વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરી. એની સાથે જ પશુઓમાં થતી અલગ અલગ બિમારીઓનો ટીકાકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખતમ કરવાની ચળવળની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે એ ૨ ઓકટોબર સુધી પોતાના ઘર, ઓફિસને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુકત કરી લે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજના કાર્યક્રમને પ્લાસ્ટિકના કચરાથી મુકિત માટે શરૂ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકથી પશુઓ, નદીઓ, ઝીલ, તળાવમાં રહેતા પ્રાણીઓને નુકસાન થાય છે. એવામાં આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી છુટકારો મેળવવો પડશે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવશે, જે રિસાયકકલ કરવામાં નહીં આવે એનો ઉપયોગ રસ્તો બનાવવામાં કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે જયારે તમે દ્યરની બહાર સામાન લેવા જાવ તો સાથે થેલો લઇને જાવ, સરકારી ઓફિસમાં હવે પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ માટીના વાસણોની વ્યવસ્થા થાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરાના વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરી. એની સાથે જ પશુઓમાં થનારી અલગ અલગ બિમારીઓના ટીકાકરણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પીએમ મોદીએ દેશભર માટે ૪૦ મોબાઇલ પશુ દવાખાનાને લીલી ઝંડી દેખડીને રવાના કર્યા. સાથે જ પ્રધાનમંત્રી તરફથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવા માટે પણ તમામને અપીલ કરવામાં આવી. આ દરમિયાન ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પણ હાજર રહ્યા.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત બ્રજ ભાષામાં કરી અને લોકસભા ચૂંટણીમાં સમર્થન માટે લોકોને ધન્યવાદ કર્યું. પીએમએ કહ્યું કે ભારતને ભગવાન કૃષ્ણથી પર્યાવરણને બચાવવાની પ્રેરણા મળે છે. પીએમએ કહ્યું કે દૂધ, દહીં, માખણ, પ્રકૃતિ, પર્યાવરણ વગર બાલગોપાલની કલ્પના કરી શકાય નહીં.

PM મોદી બોલ્યા કે સ્વચ્છ ભારત, જળ જીવન મિશન બાદ હવે પ્રકૃતિ વિકાસમાં સંતુલન બનાવીને આપણે નવા ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે.

કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામને પણ લોન્ચ કરવામાં આવ્યો છે. પશુઓના સ્વાસ્થ્ય, સંવર્ધન, પોષણ અને ડેરી ઉદ્યોગથી જોડાયેલી કેટલીક અન્ય યોજનાઓ પણ શરૂ થઇ છે.

(3:24 pm IST)