મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

બુલીયન માર્કેટમાં મંદીઃ સોનામાં વધુ ૩૦૦-ચાંદીમાં ૭૦૦ રૂ.તૂટયા

સોનુ (૧૦ ગ્રામ) હાજરમાં ઘટીને ૩૭૪૦૦ અને બીલમાં ઘટીને ૩૯૩૦૦ રૂ. થયાઃ ચાંદીના ભાવ ઘટીને ૪પ૭૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ૧૧: બુલીયન માર્કેટમાં મંદીનો દોર જારી રહયો છે. આજે સોનામાં વધુ ૩૦૦ અને ચાંદીમાં ૭૦૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં વધુ ૩૦૦ રૂ. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) હાજરના ભાવ ૩૭૭૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૩૭૪૦૦ રૂ. થયા હતા. તેમજ બીલમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ ૩૯૬૦૦ રૂ. હતા તે ઘટીને ૩૯૩૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)એ  ૩૦૦૦ રૂ.નો કડાકો થયો હતો.  સોનાની સાથે ચાંદીમાં પણ મંદી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૭૦૦ રૂ. તૂટયા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૪પ૭૦૦ હતા તે ઘટીને આજે બપોરે ૪પ૦૦૦ રૂ. થઇ ગયા હતા.

(3:23 pm IST)