મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

મુસ્લિમ બાળા કયાં સુધી સગીર ગણાય ? સુપ્રીમ કરશે વિચાર

સુપ્રીમ કોર્ટ એક મુસ્લિમ યુવતી અરજીની સાંભળવાની તૈયારી દાખવી

નવી દિલ્હી,તા.૧૧:સુપ્રીમ કોર્ટે એક મુસ્લિમ યુવતીની અરજી સાંભળવાની તૈયારી દાખવી હતી. આ યુવતીએ એવો દાવો કર્યો હતો કે હું રજસ્વલા થઇ ચૂકી છું એટલે મુસ્લિમ કાયદા મુજબ પુખ્ત વયની છું અને મારી પસંદગી મુજબ લગ્ન કરી શકું છું.

અલાહાબાદ હાઇકોર્ટે આ યુવતીને સગીર ગણાવીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. એ આદેશને પડકારતાં આ યુવતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કિસ્સો અયોધ્યાનો છે. આ યુવતીએ સુપ્રીમમાં એવી અરજી કરી હતી કે હું શાદીશુદા છું અને મારું લગ્નજીવન ભેાગવવાની મને પરવાનગી મળવી જોઇએ.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમણ, જસ્ટિસ ઇંદિરા બેનર્જી અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે આ અરજી દાખલ કરવાની રજા આપી હતી અને ઉત્ત્।ર પ્રદેશ રાજય સરકારને પોતાનો જવાબ રજૂ કરવા માટેની નોટિસ મોકલી હતી.

આ યુવતીની ઉંમર ૧૬ વર્ષની છે. અલાહાબાદની નીચલી કોર્ટે એને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યેા. એ આદેશને આ યુવતીએ અલાહાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને બહાલ રાખતાં આ યુવતીએ સુપ્રીમમાં અરજી કરી હતી.

આ યુવતીએ એવો દાવો કર્યો હતેા કે મુસ્લિમ કાયદા હેઠળ કોઇ છોકરી પંદર વર્ષની થાય એટલે આપોઆપ પુખ્ત વયની ગણાય છે અને પોતાના જીવનને લગતા નિર્ણય જાતે કરવાનો એને અધિકાર મલે છે. મેં મારી પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા છે. યુવતીના પિતાએ એવી પોલીસ ફરિયાદ કરી હતી કે એક યુવકે એના દોસ્તો સાથે મળીને મારી પુત્રીનું અપહરણ કર્યું છે. સંબંધિત યુવતીએ પિતાની ફરિયાદ સાવ ખોટ્ટી હોવાનો અને પોતે પિતાને ત્યાં જવા રાજી નથી એવો દાવો નીચલી અદાલતમાં કર્યો હતો.

(1:12 pm IST)