મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

કૃષિ માર્કેટીંગ ક્ષેત્રે સુધારા લાવવા તૈયારી

ટેક્ષમાં સુધારા કરવા સમિતિની રચનાઃ ખેડૂતોને વેંચાણમાં થતી કડાકુટ દુર કરવા પ્રયાસો થશે

નવી દિલ્હી તા.૧૧: મુંઝાયેલા કૃષિ ક્ષેત્રને રાહત આપવા પાંચ વર્ષના પોતાના એજન્ડાના ભાગ રૂપે સરકાર કૃષિ બજાર અથવા મંડી સીસ્ટમ જે ખેત ઉત્પાદનોના ખરીદ વેચાણનું નિયંત્રણ કરે છે તેમાં સુધારાઓની તૈયારી કરી રહી છે.

ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્ર માટે સૂચનો આપવા માટે બનાવાયેલી ૧૦ કમિટીમાંથી એકનું કહેવુ છે ખાદ્ય પદાર્થોના ધંધો કરતા વેપારીઓ પર મંડી સીસ્ટમ દ્વારા મુકાતા નિયંત્રણોના કારણે ખેડૂતોને નુકસાન થાય છે ખેતીમાં મળતા ઓછા નફાનું આ મુખ્ય કારણ છે તેવું જણાવાયું છે.

આની સંકળાયેલા સુત્રો અનુસાર, ખેડુતો પોતાના ઉત્પાદનો ગમે ત્યા વેચી શકે તેવી જરૂર છે તેથી એવી ભલામણ કરવામાં આવી છે કે આખા દેશ માટે એક જ મંડી ટેક્ષ હોવો જોઇએ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખેત ઉત્પાદનો વેચવા પર વેપારીઓ અને ખેડુતો પર લાગતી લેવીઓ હટાવવી જોઇએ. આ ટેક્ષને ઇન્ટર સ્ટેટ મંડી ટેક્ષ જેવું નામ આપવું જોઇએ.

ભારતીય કૃષિ બજાર સંગઠીત અને અસંગઠીત એમ બન્ને પ્રકારનુ છે. ખેડૂતો મોટા ભાગે પોતાનો માલ મંડીઓમાં વેચે છે જેનું સંચાલન રાજય સરકાર દ્વારા ચાલતા માર્કેટયાર્ડો કરે છે. દેશના ૧૬ રાજયો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી ૫૮૫ મંડીઓ ચાલે છે.

૧૯૬૦માં અમલમાં આવેલા એપી એમસીના નિયમો અનુસાર ખેડુતો પોતાના ઉત્પાદનો રજીસ્ટર માર્કેટમાં લાયસન્સ ધરાવતા દલાલોને વેચી શકે, ખાસ કરીને ખેડૂતો પોતાના વિસ્તારની આજુબાજુની મંડીમાં જ તે વેચતા હોય છે. આ કાયદો ખેડુતોને ગમે તે વ્યકિતને દબાણના કારણે સસ્તા ભાવે પોતાના ઉત્પાદન વેચતા બચાવવાો હતો પણ સમયાંતરે તેમાં વચેટીયા અને દલાલોની એક સાંકળ ઉભી થતી ગઇ તે બધા વચ્ચે નફો વહેચાવાના કારણે ખેડૂતોનો નફો ઘટી ગયો છે.(

(11:37 am IST)