મુખ્ય સમાચાર
News of Wednesday, 11th September 2019

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયા નંદની મુશ્કેલીમાં વધારો

એક વિદ્યાર્થીની પાસે તેલ માલિશ કરાવવાનો વીડિયો થયો વાઇરલ

નવી દિલ્હી,તા.૧૧: કાયદાની વિદ્યાર્થીનું યૌન શોષણ કરવાના આક્ષેપોમાં ઘેરાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદની મુશ્કેલી હવે વધી ગઇ છે. એક અન્ય વિદ્યાર્થીની પાસે તેલ માલીશ કરાવતો તેમનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જો કે આ વીડિયો ૩૧ જાન્યુઆરી ૨૦૧૪ ના ૬થી૧૧ વાગ્યા વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યો છે. જણાવાઇ રહ્યું છે કે વિદ્યાર્થીની એ ચશ્મામાં છુપાયેલા કેમેરાથી આ વીડીયો શુટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ પહેલા પણ સ્વામી ચિન્મયાનંદની એક શિષ્યાએ તેમના પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યું હતું કે સ્વામીજી દારૂ પીને મહીલાઓ પાસે માલિશ કરાવે છે.

વિડીયો કલીપને જોવામાં આવે તો સ્વામી ચિન્મયાનંદ તેલ લગાવડાવતા ઉઘા સુઇ જાય છે. તે વખતે વિદ્યાર્થીની બહુ સહજ રીતે ચશ્મા દ્વારા રેકોર્ડીગ કરે છે. તે પોતે વીડિયો ફેમમાં આવી શકે મોટા ભાગે તો તે વિદ્યાર્થીની પોતાના ચશ્મા પહેરી જ રાખે છે. માલિશ પછી વિદ્યાર્થીની બાથરૂમ જઇને હાથ ધોવે છે. ત્યારે તેનો ચહેરો તેના ચશ્મામાં તેના ચશ્મામાં લાગેલો કેમેરા રેકોર્ડ કરે છે.

વિડીયોની ચાર પાંચ કલીપમાં અશ્લીલ સંવાદ નથી. વીડિયોમાં સ્વામી ચિન્મયાનંદ તે વિદ્યાર્થીની ને તેના ખોવાઇ ગયેલા મોંઘા ફોન અને પરીક્ષા બાબતે પુછતા જોવા મળે છે.

(3:33 pm IST)