મુખ્ય સમાચાર
News of Wednesday, 12th August 2020

સુશાંત કેસમાં મોટો ખુલાસોઃ મુંબઈ પોલીસને મૃતદેહ પાસેથી ગાઉનના બેલ્ટનો ટુકડો મળ્યાનો દાવો

૧૮ લાખની આવક સામે રિયાનું ૩૪ લાખનું રોકાણ પણ શંકામાં

મુંબઇ, તા. ૧રઃ  અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક નવી નવી દ્યટનાઓ આવી રહી છે. કયારેક રિયા સીબીઆઇ તપાસની માગ કરે છે તો તેના પર ફરિયાદ થયા બાદ સીબીઆઇ  તપાસ ન થાય તેવી માગ કરે છે. હાલમાં જ થયેલા ખુલાસા મુજબ સુશાંત સિંહ રાજપુતની લાશ પાસે ગાઉનના બેલ્ટનો ટૂટી ગયેલો ટુકડો મળ્યો હતો.

૧૪ જુન ૨૦૨૦ના દિવસે સુશાંતે તેના મુંબઇ સ્થિત દ્યરમાં આત્મહત્યા કરી હતી અને બાદમાં તે ડિપ્રેશનમાં હતો તેવું કહીને તેના કેસને રફે દફે કરી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાદમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ઘ ફરિયાદ નોંધાવીને બધાને શાઙ્ખક કરી દીધા હતા.ઙ્ગ

ઇડી દ્વારા હાલમાં જ રિયાની પૂછપરછ થઇ હતી અને ઇન્કટેકસ વિભાગ અનુસાર રિયાની વાર્ષિક આવક ૧૮ લાખ રૂપિયા હતી તો તેણે ૩૪ લાખ રૂપિયાનું રોકાણ કેવી રીતે કર્યું, તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે. સાથે જ રિયાએ ખરીદેલા ૨ ફ્લેટના ડોકયુમેન્ટ વિશેની માહિતી પણ રિયા પાસે નથી એટલે શંકાની સોય રીયા પર છે.ઙ્ગ

મળતી માહીતી અનુસાર જયાં સુધી સુશાંતના દ્યરે મુંબઇ પોલિસ પહોંચે તે પહેલા જ સુશાંતની લાશને નીચે ઉતારી લેવામાં આવી હતી. બિહારના  ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ નિવેદન આપ્યું છે કે સમગ્ર દેશમાં મુંબઇ પોલિસની છબી ખરાબ થઇ રહી છે માટે તેમણે સીબીઆઇ તપાસનો વિરોધ ન કરવો જોઇએ પરંતુ સહયોગ આપવો જોઇએ.

તે સિવાય સુશાંતના ભાઇ નીરજ સિંહે સંજય રાઉતને નોટિસ મોકલી છે અને માફી માંગવા માટે કહ્યું છે, ૪૮ કલાકમાં તેમણે માફી ન માંગી તો પોલિસ ફરિયાદ કરવાનું કહ્યું છે.

(1:58 pm IST)