મુખ્ય સમાચાર
News of Wednesday, 12th August 2020

ફ્રોઝન સી ફુડ પણ સલામત નથી : ચીનમાં આવા પેકેટમાં મળી આવ્યો કોરોના વાઇરસ

બેઇઝીંગ : એક તરફ કોરોના વાઇરસની રસી માટે દુનિયા આખી મહેનતમાં લાગી છે. ત્યારે બીજી તરફ ફ્રોઝન સી-ફુડના પેકેટમાં પણ કોરોના વાઇરસ મળી આવ્યાની ચીનની ઘટનાએ સૌને ચોકાવી દીધા છે.

ચીની પ્રશાસનનું કહેવુ છે કે ઇમ્પોર્ટ કરવામાં આવેલ ફ્રોઝન સીફુડ પેકેટ પર કોરોના વાઇરસ મળી આવ્યો છે. આ વાઇરસ કઇ રીતે તેમાં આવ્યો તેની પુષ્ટી  હજુ થઇ નથી. ફ્રોઝન સીફુડની શીપમેંટ ચીનના પોર્ટ સીટી દાલિયાનના બંદર પર પહોચેલ. યાંતઇની ત્રણ કંપનીઓએ આ ફ્રોઝન સીફુડની ખરીદી કરી હતી. યાંતઇ સરકારે કહ્યુ છે કે સીફુડ દાલિયાનમાં આવેલ શીપમેંટમાંથી જ આવ્યુ છે  પરંતુ ત્યાં કયાંથી આવ્યુ તેની જાણકારી નથી.

હાલ તો ફ્રોઝન સીફુડના પેકીંગમાં મળી આવેલ કોરોના વાઇરસને લઇને ભારે હડકમ્પ મચી ગયો છે. ચીને ઇકવાડોરથી ફ્રોઝન સીફુડની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

(1:51 pm IST)