મુખ્ય સમાચાર
News of Monday, 12th August 2019

મોદી અમારા હીરો-અમારા ભાઇ : નરેન્દ્રભાઇની મૂર્તિ લગાડીશુ

બલુચીસ્તાનના મહિલા નેતા નાયલા કાદરીએ આઝાદી માટે મદદ માગી : પાકિસ્તાન ઇસ્લામનો મોટો દુશ્મન : પ્રજા ઉપર અનહદ જૂલ્મો

નવી દિલ્હી  : બલુચીસ્તાનના મહીલા નેતા નાયલા કાદરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લઇને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે મોદીને હીરો ગણાવ્યા છે. તેમણે વધુમાં જણાવેલ કે, પાકિસ્તાન ચીન સાથે મળી બલુચ જાતિને જ ખતમ કરવા માંગે છે. પાકિસ્તાન બલુચ લોકોનો નરસંહાર કરી રહયું છે. જો બલુચ આઝાદ થશે તો અમે નરેન્દ્રભાઇની પ્રતિમા લગાડીશું.

કાદરીએ વધુ જણાવેલ કે બલુચીસ્તાન આઝાદી માટે લડી રહ્યું છે. પાકિસ્તાન અમારા ઉપર ૭૦ વર્ષોથી જુલમ કરે છે. મોદીજી અમારા હિરો છે. અમારા ભાઇ છે. અમે જીવ દઇને પણ માતા હીંગળાજના મંદિરની રક્ષા કરીએ છીએ.

બલુચિસ્તાનને આઝાદ થવામાં જો ભારત મદદ કરશે તો અમે ભારતને ઉર્જા ક્ષેત્રે મદદ કરીશું મધ્ય એશીયાનો સીધો રસ્તો ભારતને આઝાદ બલુચિસ્તાનથી મળશે. હિંગળાજ માતાના દર્શન માટે કોઇ ભારતીયને વીઝાની જરૂર નહીં પડે તેમ કાદરીએ જણાવેલ.પાકિસ્તાન ઉપર હલ્લાબોલ કરતા કાદરીએ પાકિસ્તાનને ઇસ્લામનું સોૈથી મોટુ દુશ્મન ગણાવ્યું હતું. તેમણે આરોપ લાગાડેલ કે પાકિસ્તાને ૩૦ લાખ બંગાળી મુસ્લમાનો, ૪૦ લાખ અફઘાની, અને બે લાખથી વધુ બલુચોની હત્યા કરી છે. મોદીએ ગત ૧૫ ઓગસ્ટના રોજ ભાષણમાં બલુચનો ઉલ્લેખ કર્યા બાદ ત્યાં આઝાદીની માંગ પ્રબળ થઇ છે.

(3:40 pm IST)