મુખ્ય સમાચાર
News of Monday, 12th August 2019

First Day First Show::હવે રિલીઝ બાદ તરત જ ઘરે બેઠા જોઈ શકશો ફિલ્મ

તેના માટે ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીના અલગ-અલગ મંથલી પ્લાન હશે

મુંબઇ, તા.૧૨: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૨મી એજીએમમાં જિયો સેટ ટોપ બોકસની ડિઝાઇન પરથી પડદો હટી ગયો છે. એજીએમમાં આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Fiberનું કોમર્શિયલ લોન્ચિંગ ૫ સપ્ટેમ્બરે થશે. ખાસ વાત એ છે કે આવતા વર્ષે તેના પ્રીમિયમ ગ્રાહક સિનેમા હોલમાં રીલીઝ થવાના એક દિવસમાં જ તેનો દ્વારા મૂવી જોઈ શકશે. તેના માટે ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીના અલગ-અલગ મંથલી પ્લાન હશે. ફાઇબર માટે અત્યાર સુધી ૧.૫ કરોડ રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે. મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે ડિજિટલ ઇન્ફ્રા પર ૩.૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના છે.

મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું કે, Jio GigaFiber માટે અત્યાર સુધી ૫ કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂકયા છે. તે અત્યાર સુધી ૫૦ લાખ ઘરોમાં પહોંચી ચૂકયું છે. ૧ વર્ષથી Jio GigaFiber સમગ્ર દેશમાં પહોંચશે.

તેઓએ જણાવ્યું કે જિયોના પ્રીમિયમ ગ્રાહકોને એક ખાસ સુવિધા પણ મળશે એટલે કે હવે તેઓ રીલીઝના તરત જ ઘરે બેઠા પોતાની મનપસંદ ફિલ્મ જોઈ શકશે.

જો તમે ગીગાફાઇબરની સર્વિસ લેવા માંગો છો તો સૌથી પહેલા આપને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટર કરવું પડશે. આપને પોતાના દ્યર કે ઓફિસનું સરનામું, ઈમેલ આઈડી અને ફોન નંબર આપવો પડશે. આપના ફોન નંબર પર એક OTP આવશે. તેના દ્વારા રજિસ્ટ્રેશન વેરિફિકેશન થયા બાદ જ તમે તેની સર્વિસ લઈ શકશો.

ડિસ્કલેમેરઃ ગુજરાતી ન્યૂઝ ૧૮ ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક ૧૮ મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક ૧૮ મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

(3:38 pm IST)