મુખ્ય સમાચાર
News of Sunday, 12th July 2020

રાજસ્થાનમાં ફરી સતા માટે સોગઠાબાજી શરૃ થતા ચકચાર

કોંગ્રેસના ૧પ ધારાસભ્યોએ અલગ ચોકો જમાવ્યો

જયપુર : મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન માં પણ કોંગ્રેસ નું શાસન ખતરા માં મુકાઈ ગયું છે અને ગમેત્યારે કોંગ્રેસ નો ઉલાળીયો થાય તેવા એધાણ વર્તાય રહ્યા છે. અહેવાલો મુજબ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતથી નારાજ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિતના 15 ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી છે. આ તમામ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળીને પોતાનો પક્ષ રજૂ કરે તેમ મનાઈ રહ્યુ છે બીજી તરફ મોડી રાત્રે ગેહલોતે કેબિનેટની બેઠક પણ બોલાવી હતી જેમાં કેટલીક ચર્ચા થઈ હતી.

હાલ માં રાજસ્થાન સરકારે રાજ્યની તમામ સરહદ સીલ કરી દીધી છે. રાજસ્થાન બહાર જવા માટે હવે સરકારની મંજૂરી લેવી ફરજિયાત હશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન આવનારાની પણ સરહદ પર તપાસ કરાય રહી હોવાના અહેવાલો વચ્ચે રાજસ્થાન માં રાજકીય સંકટ ઘેરું બન્યું છે.

(1:28 pm IST)