મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ બન્યા 'શ્રવણ ' વડીલોને રેલવેના એસી કોચમાં ફ્રી તીર્થયાત્રા

પહેલી તીર્થયાત્રાને આપી લીલીઝંડી :20મીએ બીજી યાત્રા વૈષ્ણોદેવી દર્શન માટે શરૂ કરાશે

 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડીલો માટે શ્રવણની ભુમિકા ભજવી છે મહિલાઓને મેટ્રોમાં મફત મુસાફરી બાદ અરવિંદ કેજરીવાલે વરીષ્ઠ નાગરિકો માટે રેલવે તિર્થયાત્રા શરૂ કરી છે. જેમાં વડીલોને ફ્રીમાં AC કોચમાં દિલ્હી સરકાર યાત્રા કરાવે છે. 60 વર્ષથી ઉપરના નાગરિકો માટે ફ્રીમાં તીર્થયાત્રા શરૂ કરવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલી તીર્થયાત્રાને લીલી ઝંડી આપીને રવાના કરી છે. જેમાં દિલ્હીથી પંજાબ સુધીની યાત્રા કરાવવામાં આવશે. જેની અંદર જલિયાવાલા બાગ, અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને આનમંપુર સાહિબની યાત્રા કરાવવામાં આવશે.

   આગામી 20 તારીખે બીજી યાત્રા વૈષ્ણોદેવી દર્શન માટે શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે વડીલો માટે યાત્રીની શરૂઆત કરાવતા યાત્રાએ જનાર લોકો અરવિંદ કેજરીવાલને શ્રવણ સાથે સરખાવી રહ્યા છે.

(12:42 am IST)