મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિચીગન ફિલન્ટ ખાતેના ચાન્સેલર તરીકે પ્રોફેસર દેબાશિસ દત્તાની નિમણૂ઼કઃ ૧ ઓગ. ર૦૧૯ થી પ વર્ષની મુદત માટ હોદો સંભાળશે

મિચીગનઃ  યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ મિચીગન ફિલન્ટ ખાતેના આગામી ચાન્સેલર તરીકે ઇન્ડિયન અમેરીકન પ્રોફેસરશ્રી દેબાશિસ દતાની નિમણુંક થઇ છે.

તેઓ એન્જીનીયરીંગ પ્રોફેસર છે. તથા રૃટગર્સ યુનિવર્સિટી, બ્રન્સવીકમાં ચાન્સેલર તરીકે સેવાઓ આપી ચુકયા છે. હવે ૧ ઓગ. ર૦૧૯ થી તેઓ પ વર્ષના ટર્મ માટે  ચાન્સેલર તરીકે હોદો સંભાળશે.

પ્રોફેસર દત્તા  અમેરિકન એશોશિએશન ફોર એડવાન્સમેન્ટ ઓફ ફલો તરીકે ચૂંટાઇ આવેલા છે, તેઓ કોલકતાની જાદવપુર યુનિવર્સિટીની મિકેનીકસ એન્જીનીયરીંગની બેચલર ડીગ્રી, યુનિવર્સિટી ઓફ એવાન્સવિલ્લેની એન્જીનીયરીંગ મેનેજમેન્ટ સાથેની માસ્ટર ડિગ્રી, તથા પરડેડની ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ સાથેની ડોકટરેટ ડીગ્રી ધરાવે છે.

(10:12 pm IST)