મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ફ્લીપકાર્ટ ની 99 ટકા સુધીના જંગી ડિસ્કાઉન્ટની ઓફર : નકલી વેબસાઈટ ઉપર જોવા મળતા લલચામણાં ફેક મેસેજથી ચેતજો

યુ.એસ. : ફ્લીપકાર્ટને મળતા નામ સાથેની વેબસાઈટ ઉપર 99 ટકા સુધીના જંગી ડિસ્કાઉન્ટની ઓફર બનાવટી તથા ગ્રાહકોની પર્સનલ માહિતી મેળવી લઇ ફ્રોડ આચરનારી હોવાનો પર્દાફાશ થયો છે.

 http://flipkart.hikhop.com નામથી વ્હોટ્સ એપ સહિતના સોશિઅલ મીડિયા માધ્યમથી વાઇરલ થઇ રહેલી વેબસાઈટ ખોલતા તેમાં જુદી જુદી વસ્તુઓ તથા તેના ઉપર મળતા જંગી ડિસ્કાઉન્ટની સચિત્ર વિગતો જોવા મળે છે.જે પાણીના ભાવે ખરીદવા માટે તથા ગ્રાહકની તમામ વિગતો ભરાવી  તેને બીજા 10 ફ્રેન્ડને મોકલવાનું જણાવાય છે.પ્રક્રિયા દરમિયાન તેની તમામ વિગતો સ્ટોર કરી લેવામાં આવે છે.જેનો દુરુપયોગ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાથી આવા ફેક મેસેજથી સાવધાન રહેવા લોકોને ચેતવાયા  છે.તેવું  the quint દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)