મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

મુંબઇ પહોંચી મુરાદાબાદની પોલીસ ટુકડી

સોનાક્ષી સિન્હા પર છેતરપિંડીનો કેસ

નવી દિલ્હી, તા. ૧૨ : બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વિરૂદ્ઘ છેતરપિંડીના કેસમાં મુરાદાબાદની પોલીસ ટીમ મુંબઇ પહોંચી, પરંતુ અહીં પોલીસ ટીમને સોનાક્ષી સિન્હા ન મળી. મળતી માહિતી અનુસાર સોનાક્ષી હાલમાં શૂટિંગના કામકાજે હૈદ્વાબાદમાં છે. તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા પર એક કાર્યક્રમના નામે લાખો રૂપિયા લઇને કાર્યક્રમમાં ન આવવાનો આરોપ છે અને મુરાદાબાદના પોલીસ મથકમાં સોનાક્ષી સહિત ૫ લોકો વિરૂદ્ઘ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસની તપાસના મુદ્દે મુરાદાબાદ પોલીસની ૩ ટીમ મુંબઇ પહોંચી હતી.

તો બીજી તરફ વર્કફ્રંટની વાત કરીએ તો સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મ 'ખાનદાની શફાખાના' છે. આ ફિલ્મને લઇને તાજેતરમાં જ સોનાક્ષીએ કહ્યું કે તેમની આગામી ફિલ્મ 'ખાનદાની શફાખાના' લોકોને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે કેમ સમાજમાં આજેપણ સેકસ એક ટેબૂ છે. સોનાક્ષી સિન્હાએ જણાવ્યું હતું કે ફિલ્મની એક-લાઇનની પિચ સાંભળતા એક છોકરીની કહાની જેને તેના મામાનું સેકસ કિલનિક વારસા મળે છે. મને લાગે છે કે કોઇ એવી ફિલ્મ માટે તે મને સંપર્ક કરી શકે છે. પરંતુ જયારે મેં આખી કહાની સાંભળી તો મારે ફિલ્મ જરૂર કરવી જોઇએ કારણ કે આ એક ખૂબ જ પ્રાસંગિક અને મહત્વપૂર્ણ વિષય છે જેના પર ચર્ચા કરવી જોઇએ.

(3:20 pm IST)