મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

જય શ્રીરામના નારા મામલે નિવેદન બાદ કોલકત્તામાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનો વિરોધ : લગાડાયા પોસ્ટર

સેને કહ્યું હતું કે જય શ્રીરામના નારા પશ્વિમ બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલા નથી

પશ્વિમ બંગાળના કોલકત્તામાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના વિરૂદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે  બેનરમાં સેન દ્વારા આપવામાં આવેલા જય શ્રીરામના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો.છે

  તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, જય શ્રીરામના નારા પશ્વિમ બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલા નથી. સેને આ પ્રકારનું નિવેજન જાદવપુર વિશ્વવિદ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મે ક્યારેય પશ્વિમ બંગાળમાં જય શ્રીરામના નારા નથી સાંભળ્યા. અહિંના લોકો જય દુર્ગા કહે છે. પરંતુ જય શ્રીરામના નારાના બંગાળમાં મારામારી માટે લગાવવામાં આવે છે. આ પ્રકારના નિવેદન બાદ પશ્વિમ બંગાળમાં અમર્ત્ય સેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(1:21 pm IST)