મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

ચંદ્રયાન-૨ પહેલા જ વૈજ્ઞાનિકોને મળ્યો ઝટકો : પગારમાં ઈન્સેટીવ નહિં મળે

વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૨ની લોન્ચીંગની તૈયારી કરી રહ્યા છે : બીજી બાજુ કેન્દ્ર સરકાર વૈજ્ઞાનિકોના પગાર કાપવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા. ૧૨ : એક તરફ ISRO વૈજ્ઞાનિક Chandrayaan-2ની લોન્ચિંગની તૈયારી કરી રહ્યા છે અને દેશનું નામ રોશન કરવા માટે દિવસ-રાત એક કરી મહેનત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ઇસરોના વૈજ્ઞાનિકોના પગાર કાપવામાં લાગી છે.

રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ૧૨ જૂન ૨૦૧૯ના રોજ જાહેર કરેલ એક આદેશમાં કહ્યું છે કે ઇસરો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ ૧૯૯૬થી બે વધુ પગાર વધારાના ભાગરૂપે આપવામાં આવી રહેલી પ્રોત્સાહન ગ્રાન્ટ રકમને બંધ કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં વધુ જણાવ્યા પ્રમાણે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૧ જુલાઈ ૨૦૧૯થી આ પ્રોત્સાહન રાશિ બંધ થઈ જશે. આ આદેશ બાદ D, E, F અને G શ્રેણીના વૈજ્ઞાનિકોને આ પ્રોત્સાહન રાશિ હવે નહીં મળે.

ISROના લગભગ ૧૬,૦૦૦ વૈજ્ઞાનિક અને એન્જિનિયર છે. પરંતુ આ સરકારી આદેશથી ઇસરોના લગભગ ૮૫દ્મક ૯૦ ટકા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના પગારમાં ૮થી૧૦ હજારો રૂપિયાનું નુકસાન થશે. કારણ કે મોટભાગે વૈજ્ઞાનિક આજ શ્રેણીઓમાં આવે છે. સરકારના આ આદેશને લઈ ઇસરોના વૈજ્ઞાનિક નારાજ છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા, ઇસરોમાં રસ વધારવા, સંસ્થાને કયારે છોડીને ન જાય તે માટે વર્ષ ૧૯૯૬માંઆ પ્રોત્સાહન રાશિ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આદેશ મુજબ આ જગ્યાએ હવે માત્ર પર્ફોર્મેન્સ રિલેટેડ ઇન્સેન્ટિવ સ્કીમ (PRIS) લાગૂ કરવામાં આવી છે.

(1:17 pm IST)