મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

હાથમાં ચાર ચાર બંધુક સાથે ડાન્સ મોંઘો પડ્યો : ઉત્તરાંખડના ભાજપ ધારાસભ્યની હકાલપટ્ટી

ચાર-ચાર બંદૂક રાખી ડાન્સ કરતો વિડિઓ વાયરલ થયા બાદ કાર્યવાહી

ઉત્તરાખંડના ખાનપુરથી ભાજપના ધારાસભ્ય પ્રણવસિંહને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે પ્રણવસિંહનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતા.

  વીડિયોમાં તેઓ ઉત્તરાખંડ વિશે અભદ્ર ટિપ્પણી કરતા નજરે પડે છે તેમજ હાથમાં રિવોલ્વર અને કાર્બાઇન લઇને ડાન્સ પણ કરી રહ્યા છે. એક હાથમાં દારૂનો ગ્લાસ અને અને બીજા હાથમાં 4-4 બંદૂક સાથે પ્રણવસિંહ ચેમ્પિયનના આ ડાન્સે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીની પ્રતિષ્ઠા ખરડી છે. જેથી તેમની વિરૂદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી છે. આ પહેલા તેઓ મારામારીની ઘટનામાં ચર્ચામાં આવ્યા હતા.

(1:08 pm IST)