મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

કર્ણાટકના કકળાટ બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર એલર્ટ: ધારાસભ્યોની હલચલ ઉપર નજર

કર્ણાટકમાં રાજકીય સંકટ બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર કોંગ્રેસ એલર્ટ થઈ છે. બન્ને રાજ્યમાં કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યો પર નજર રાખી રહી છે એમપીમાં સીએમ કમલનાથ અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ સહિતના નેતાઓ કોંગ્રેસના તમામ ધારાસભ્યોની હલચલ પર નજર રાખી રહ્યા છે

   એમપીમાં કમલનાથ સરકારની સરકારને બસપા અને અન્ય અપક્ષના ધારાસભ્યોનો ટેકો છે. જ્યારે રાજસ્થાનમાં 10થી વધારે અપક્ષના ધારાસભ્યોએ અશોક ગહેલોતને સીએમ બનાવવાની માગ સાથે કોંગ્રેસને ટેકો આપ્યો છે. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકમાંથી 100 કોંગ્રેસ અને 73 બેઠક ભાજપને મળી છે. જ્યારે બસપાને છ બેઠક મળી છે

   મધ્ય પ્રદેશમાં પણ 230 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસને 114 અને ભાજપને 109 બેઠક મળી છે. કોંગ્રેસને સપાના એક અને બસપાના બે આ ઉપરાંત અપક્ષના ચાર ધારાસભ્યોનું સમર્થન મળ્યુ છે. જેથી એમપીમાં કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે

(1:05 pm IST)