મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

અમેરિકામાં કેલિફોર્નિયા મુકામે 4 થી 7 જુલાઈ 2019 દરમિયાન JAINA નું 20 મું દ્વિવાર્ષિક અધિવેશન યોજાયું : અમેરિકા ,ભારત ,સહિત જુદા જુદા દેશોમાંથી 3500 ઉપરાંત પ્રતિનિધિઓ ઉમટી પડ્યા : 21 મી સદીમાં જૈન ધર્મના સિધ્ધાંતોને વિશ્વ વ્યાપ્ત બનાવવાનો હેતુ

કેલિફોર્નિયા :યુ.એસ.માં ઓન્ટારીઓ કેલિફોર્નિયા મુકામે તાજેતરમાં 4 થી 7 જુલાઈ 2019 દરમિયાન ફેડરેશન ઓફ જૈન એશોશિએશન ઈન નોર્થ અમેરિકા (JAINA) નું 20 મું દ્વિવાર્ષિક અધિવેશન યોજાઈ ગયું

જૈન કોમ્યુનિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા તથા જૈન સેન્ટર ઓફ લોસ એંજલસ  સાથેના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અધિવેશનમાં નોર્થ અમેરિકા ઉપરાંત ભારત સહિતના વિશ્વભરના દેશોમાંથી 3500 જેટલા પ્રતિનિધિઓ  ઉમટી પડ્યા હતા.

અધિવેશનનું મુખ્ય સૂત્ર 21 મી સદીમાં જૈન ધર્મને વિશ્વ વ્યાપ્ત બનાવવાનું હતું તથા જૈન ધર્મના મુખ્ય સિધ્ધાંતો સેવા ,સત્સંગ ,સમર્પણ ,સાધના તથા સેલ્ફ રિઅલાઈઝેશનનો વ્યાપ વધારવાનો હેતુ હતો.આ પ્રસંગે 22  જૈન સાધુ સાધ્વીઓ તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા તથા તેમના ઉદબોધન નું આયોજન કરાયું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.તથા શ્રી રામ ગદ્દાને 2019 ની સાલનો " જૈન રત્ન " એવોર્ડ એનાયત કરાયો હતો.તથા આગામી બે વર્ષ માટે એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાઈ હતી.જેમાં શ્રી મહેશ વાઢેર ,શ્રી હરેશ શાહ ,શ્રી હેમંત શાહ ,તથા શ્રી અશોક સાવલા ચૂંટાઈ આવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)