મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

૩૦૦ ફિલ્મો કરી ચુકેલા સતિષ કૌલની આર્થિક હાલત બદતરઃ પંજાબ સરકારે આર્થિક સહાય કરી

અમિતાભ બચ્ચન-દિલીપ કુમાર સહિતના અભિનેતા સાથે કામ કરી ચુકયા છે

નવી દિલ્હી તા. ૧૨: નેવુંના દસકમાં અભિનેતા સતિષ કોૈલના અભિનયને લોકો ખુબ પસંદ કરતાં હતાં. સતિષને દર્શકો પોલીસ અધિકારીના રોલમાં વધુ જોતા હતાં. સતિષે ફિલ્મી કારકિર્દીમાં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ આજે એ ગુમનામી ભરેલી જિંદગી જીવી રહ્યા છે. સતિષે એક સમયે અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર સહિતના કલાકારો સાથે કામ કર્યુ હતું. પણ હાલમાં તે જીવનના સોૈથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. એક સમયે જાહોજલાલી ભોગવતા આ કલાકારે આજે મુખ્યમંત્રી પાસે આર્થિક મદદ માંગી હતી.

પંજાબ સરકારે આ એકટરને મદદ માટે રૂ. પાંચ લાખની સહાય પણ મોકલી છે. આ રકમ લુધીયાણાના એસડીએમ સાગર સેતિયાએ અભિનેતાના ઘરે જઇને સુપરત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરસિંહે અભિનેતાની હાલત અને મિડીયામાં સમાચારો વાંચીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો અને તુરત જ આર્થિક સહાય મોકલી હતી. ડીસી પ્રદિપકુમાર અગ્રવાલ ખુદ અભિનેતાના ખબર પુછવા ઘરે પહોંચ્યા હતાં. હાલમાં સતિષ કોૈલ ખુબ જ કઠણાઇ અને ગરીબીમાં જિંદગી વિતાવી રહ્યા છે. તેઓ પથારીવશ છે. સતિષની જિંદગી ભરની કમાણી મરણમુડી ધંધામાં ખોટ જતાં ડુબી ગઇ હતી.

(11:34 am IST)