મુખ્ય સમાચાર
News of Friday, 12th July 2019

કેપ્ટન વગરના જ્હાજ જેવી સ્થિતિ છે કોંગ્રેસની

નેતૃત્વનું સંકટ નહિ ઉકેલાય તો ખતમ થઇ જશે કોંગ્રેસ ! પક્ષ સૌથી ખરાબ દોર ચાલે છે

અનાથ જેવી સ્થિતિમાંથી પક્ષને બહાર કાઢવા એક કુશળ નેતૃત્વની જરૂર છે

નવી દિલ્હી તા. ૧ર : દેશનો સૌથી જુનો રાજકીય પક્ષ કોંગ્રેસ કે જે કયારેક દેશના રાજકારણમાં ટોચ પર રહેલ હતો અને જે કોંગ્રેસના ડંકા દેશના ચારેય દિશામાં વાગતા હતાં તે કોંગ્રેસ આજે પોતાના અસ્તિત્વ નો જંગ ખેલી રહી છે. લોકસભાની ચૂંટણીમાં કમ્મરતોડ પરાજ્ય બાદ નિરાશ કોંગ્રેસને વધુ ઝાટકો ત્યારે લાગ્યો કે જ્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ ઉપરથી રાજીનામુ આપ્યું તે પછી પક્ષના નેતાઓ નવા અધ્યક્ષને પસંદ કરવાને બદલે તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા.

એક મહિના સુધીના મનામણા બાદ આખરે રાહુલ ગાંધી તો ન માન્યા પણ હવે કેપ્ટન વગરનું જ્હાજે બની ગઇ કોંગ્રેસ અને પક્ષે કર્ણાટક-ગોવા જેવા પડકારોનો સામનો કરવો પડયો. કોંગ્રેસ પક્ષ નવા અધ્યક્ષને પસંદ કરવાના મામલે ગંભીર નથી, હજુસુધી પક્ષના નવા વડા પસંદ કરવા કે તે અંગે ચર્ચા કરવા કારોબારી પણ નથી મળી.

અધ્યક્ષ પદેથી રાહુલના રાજીનામા બાદ નેતૃત્વના સંકટનો સામનો કરી રહેલ કોંગ્રેસ અંગે હવે કહેવાય છે કે જો સંકટ વ્હેલુ નહિ ઉકેલાય તો પક્ષ ખતમ થઇ જશે. આવી ચર્ચા આધિનરહીત પણ નથી. રાહુલ ગાંધીએ પદ છોડયા બાદથી અત્યાર સુધીના ઘટનાક્રમ અને કોંગ્રેસના નેતાઓની નિવેદનબાજી એ તરફ ઇશારો કરે છે કે પક્ષ આઝાદ ભારતમાં પોતાના સૌથી ખરાબ દોરથી પસાર થઇ રહ્યો છ.ે ગુલામનબીએ તો એટલે સુધી કહી દીધું છે કે એવુ લાગે છે કે માનો કોંગ્રેસને ખતમ કરવા માટે જ ભાજપ સત્તામાં આવ્યો છે.

જયારે સમગ્ર પક્ષનું ધ્યાન રાહુલને મનાવવા પર રહ્યું ત્યારે પક્ષના પદાધિકારીઓમાં પદ છોડવાની હોડ લાગી આ બધા વચ્ચે અધ્યક્ષ વગરની અનાથ કોંગ્રેસમાં તુટવાનો સિલસિલો શરૂ થયો છે.

કર્ણાટક-ગોવામાં પક્ષના કટકા થયા તે સૌ જાણે છ.ે અનેક પ્રદેશોમાં જુથબંધી છે. મધ્યપ્રદેશ-રાજસ્થાનથી સૌ કોઇ વાકેફ છે રાજસ્થાનમાં ગેહલોટ-પાઇલોટ તો મ.પ્રદેશમાં સિંધિયા-કમલનાથ સામ સામે છ.ે

બીન માઝી મઝધારમાં પડેલ કોંગ્રેસને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે સિયાસી નાવનો એક કુશળ તારક જોઇએ છે જેની પક્ષે વ્હેલી તલાશ કરવી પડશે નહિતર પક્ષની સ્થિતિ વધુ નબળી પડશે.

(11:32 am IST)